Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુંવાવ પાસે અકસ્માતની પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક જવાના રસ્તા પર ગઈકાલે સવારે એક બાઈક તેના ચાલકના કાબુ બહાર જઈ પુલ નીચે ખાબકતા પાછળ બેસેલા પંદર વર્ષના તરૂણનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બાઈકચાલકને પણ ઈજા થઈ છે. ગઈકાલે ધુંવાવ પાસે સર્જાયેલા અકસ્માતની મૃતક શ્રમિકના પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના કિસાન ચોક પાસે આવેલા ઘાંચીના કબ્રસ્તાન નજીક એ.પી.જે. અબ્દુલ કલામ આવાસ પાસે રહેતા જીસાનભાઈ જાવીદભાઈ કાસરીયા નામના યુવાન તથા કિસાન ચોકમાં ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા આરીફભાઈ હબીબભાઈ નોયડાનો પંદર વર્ષનો પુત્ર અમન ગઈકાલે સવારે સાડા ચારેક વાગ્યે નંબર વગરના હીરો મોટરસાયકલ પર પરત આવતા હતા.
તેઓ જ્યારે રણજીતસાગર રોડ પર આવેલા કુબેર પાર્ક તરફ જવાના રોડ પર વળ્યા પછી નવા પુલીયા નજીક પહોંચ્યા ત્યારે જીસાનભાઈએ કોઈ રીતે બાઈક પરનો કાબુ ગૂમાવતા સર્પાકારે દોડીને બાઈક પુલ પરથી નીચે પછડાયું હતું. આ અકસ્માતમાં જીસાનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ છે અને પાછળ બેસેલા અમનનું માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આરીફભાઈએ સિટી એ ડિવિઝનમાં જીસાન કાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ધુંવાવ પાસે ગઈકાલે સવારે નવેક વાગ્યે જીજે-૧૦-બીએમ ૫૯૨૮ નંબરના બાઈક સાથે જીજે-૧૦-ડીજે ૮૪૪૧ નંબરની મોટર ટકરાઈ પડી હતી. જેમાં બાલક પર જતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં ખીજડીયા ગામમાં હસમુખભાઈ મુંગરાના ખેતરમાં મજૂરીકામ કરતા મનુભાઈ વેસ્તાભાઈ ડાવરનંુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેસેલા તેના પાંચ વર્ષના પુત્ર અર્જુન તથા તેની પાછળ બેસેલા કલમેભાઈને ઈજા થઈ છે. રાજબાઈ ઉર્ફે રાધાબેન મનુભાઈ ડાવરે મોટરના ચાલક ઢીંચડા નજીક યોગેશ્વરધામમાં રહેતા હારૂન નુરમામદ કાંટેલીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial