Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડી પાસે રિક્ષામાંથી અંગ્રેજીની દારૂની ૪૮ બોટલ કબજેઃ વાઘેરવાડામાં મકાનમાંથી મળી આવી દારૂની પચ્ચીસ બોટલ

પાનની દુકાનમાંથી નાની મોટી અગિયાર બોટલ મળીઃ દિગ્વિજય પ્લોટમાંથી ચાર ચપલા કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના નાઘેડી ગામ પાસે રિક્ષામાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ કબજે કરી છે. પકડાયેલા શખ્સે સપ્લાયરનું  અને રીસીવરનું નામ આપ્યું છે. સપ્લાયરના ઘેર એલસીબીએ પાડેલા દરોડામાં વધુ પચ્ચીસ બોટલ દારૂ મળી આવ્યો છે. તેણે પણ સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે. દિગ્વિજય પ્લોટ-૬૧માંથી ચાર ચપલા સાથે એકની અટકાયત કરાઈ છે અને પટેલકોલોનીમાં પાનની એક દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી અગિયાર બોટલ મળી આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં કબીર સ્મશાન પાસે ગઈકાલે સાંજે રિક્ષામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન એક રિક્ષા પસાર થતા તેને રોકાવી તલાશી લેવામાં આવતા રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ધરારનગર-૧ નજીક વૈશાલીનગરમાં રહેતા સમીર રઝાક અંસારી ઉર્ફે મલા ગરાણા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે વાઘેરવાડાવાળા આશીકહુસેન મહંમદ ભાયાએ દારૂનો જથ્થો આપ્યાની અને નાઘેડીના કિશન ગઢવીને દારૂ પહોંચાડવા જતો હોવાની કબૂલાત કરી છે. એલસીબીએ દારૂ, એક મોબાઈલ, રિક્ષા મળી કુલ રૂા.૧,૭૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ત્યારપછી એલસીબી સ્ટાફે વાઘેરવાડામાં આવેલી આશીકહુસેન મહંમદ ભાયાની ઓરડીમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની રપ બોટલ મળી આવી હતી. સ્થળ પરથી દારૂ, મોબાઈલ મળી કુલ રૂા.૨૩૪૦૦નો મુદામાલ કબજે કરી એલસીબીએ આશીકહુસેનની અટકાયત કરી છે. આ શખ્સે મૂળ સાધના કોલોનીવાળા અને હાલમાં રાજકોટા પડધરીમાં રહેતા પુનીત દાણીધાર નામના શખ્સે દારૂ આપ્યાની કબૂલાત આપી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૧માંથી ગઈકાલે રાત્રે પસાર થતાં સિદ્ધાર્થ દિલીપભાઈ ઘુંચલા નામના શખ્સને રોકી સિટી એ ડિવિઝનના સ્ટાફે તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા.

જામનગરની પટેલ કોલોનીની શેરી નં.૯ અને રોડ નં.૩ પાસે આવેલી પાનની દુકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સુચનાથી દરોડો પાડ્યો હતો. તે દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી અગિયાર બોટલ મળી આવી હતી. ખોડુભા શિવુભા ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. તેણે પોતાના સાગરિત નવાગામ ઘેડવાળા દિવ્યરાજસિંહ વાળાનું નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh