Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય હોદ્દેદારો પણ વિજેતા થયાઃ
ખંભાળિયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સંજયભાઈ જોષી તથા રામભાઈ જામની ટીમ વિજેતા બની હતી.
દેવભૂમિ દ્વારકા જિલલાના ખંભાળિયા બાર એસોસિએશનની ગ્રુપની ચૂંટણી ગઈકાલે બપોરે યોજાઈ હતી, જેમાં સંજયભાઈ જે. જોષી તથા રામભાઈ જામની ટીમ વિજેતા થઈ હતી.
પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારો હતાં, જેમાં સંજયભાઈ જોષીને ૧૧૧ મતો, આંબલિયાને ૬૭ તથા મહિલા ઉમેદવાર સંગીતાબેન મોદીને એક મત મળતા પ્રમુખ સંજયભાઈ જોષી વિજેતા થયા હતાં. ઉપપ્રમુખ પદ માટે પણ ત્રણ ઉમેદવારો વચ્ચે કસોકસ હરિફાઈ થઈ હતી. જેમાં રામભાઈ જામને ૧૧૬ મત મળતા તેઓ વિજેતા થયેલ. બાકીના બે સ્પર્ધક તરૂણભાઈ વિઠલાણીને ૯૯ તથા દવુભાઈને ૯ર મતો મળ્યા હતાં. સેક્રેટરી પદ માટે સંજયભાઈ માતંગને ૯૮ તથા અભિષેક ધ્રુવને ૭પ મત મળતા સંજયભાઈ માતંગ વિજેતા થયા હતાં.
બાર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે ડી. લુણા તથા ખજાનચી તરીકે ધારાબેન ડી. કાનાણી, સહખજાનચી તરીકે જે.આર. કુવા તથા લાયબ્રેરીયન તરીકે એસ.એચ. જાડેજા ચૂંટાયા હતાં. ચૂંટણી અધિકારી તરીકે શ્રી ટી.એમ. સાતા તથા આર.એચ. ડાંગરે ફરજ બજાવી હતી.
આ પહેલા પણ સંજયભાઈ જોષી બાર એસો.ના પ્રમુખ રહી ચૂક્યા છે તથા બ્રહ્મ સમાજ પૂર્વ પ્રમુખ તથા એસ.એન.ડી.ટી. શાળાના પૂર્વ આચાર્ય જે.કે. જોષીના પુત્ર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial