Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક બરડીયામાં આવેલી જમીનના બની ગયા બોગસ દસ્તાવેજઃ ચાર સામે ગુન્હો

ખરા માલિકે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દ્વારકામાં રહેતા એક આસામીના પિતાની બરડીયા ગામમાં સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. તે જમીનનું ગયા જુન મહિનામાં એક શખ્સે ખોટું નામ ધારણ કરી બીજા શખ્સને વેચાણ કર્યું છે. ખોટા દસ્તાવેજ રજૂ કરાતા ખરા માલિકના પુત્રએ ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજીએ તપાસનો દૌર સંભાળ્યો છે.

દ્વારકા શહેરમાં નરસંગ ટેકરી નજીક વસવાટ કરતા ભરતભાઈ રણછોડદાસ બારાઈ નામના આસામીએ દ્વારકા પોલીસ મથકમાં જામનગરના જયેન્દ્ર રતીલાલ શેઠ, દ્વારકાના ચેતન માલદેભાઈ ગોહેલ, બરડીયાના અશોક વરપભાઈ નાંગેશ તથા ગભાભાઈ નાંગેશ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત શખ્સોએ બરડીયા ગામમાં રે.સ.નં.૨૫૭માં આવેલી ભરતભાઈના પિતાની માલિકીની જમીન અંગે ખોટા દસ્તાવેજ તૈયાર કરાવ્યા હતા. જયેન્દ્ર શેઠે પોતાનું ખોટું નામ રણછોડદાસ વિઠ્ઠલજી જોષી રાખી ચેતન, ગભાભાઈ, અશોક સાથે મળી ભરતભાઈના પિતાના નામના ખોટા આધાર પુરાવા બનાવી લઈ દ્વારકા સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમા કરાવી દીધા હતા.

ગયા જુન મહિનામાં આ વ્યક્તિઓએ તે જમીન ચેતન માલદેભાઈ ગોહેલને વેચી નાખ્યાનું ખૂલ્યું છે અને વેચનારની ખોટી ઓળખ આપવા અંગે સાહેદ તરીકે ગભાભાઈ તથા અશોકભાઈએ સહીઓ કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. આ ગુન્હાની તપાસ દ્વારકા એસઓજીને સોંપવામાં આવતા પીઆઈ કે.કે. ગોહિલ તથા તેમની ટીમે તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh