Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં
રાજકોટ તા. ૨૩: સમયની સાથે કદમ મિલાવતા અને આવનારા પડકારોની સામે સજ્જ થવા, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. 'સાયબર અપરાધને રોકવા અને મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા' વિષયક અતિ અગત્યનો સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટમાં યોજાયો હતો. જેેમાં જગદીશ બાંગરવા (ડી.સી.પી.-ક્રાઈમ, રાજકોટ) અને જે. એમ. કૈલા (પીઆઈ-સાયબર ક્રાઈમ બ્રાંચ, રાજકોટ) દ્વારા સમયોચિત્ત માર્ગદર્શન અપાયું હતું.
ડી.સી.પી.-ક્રાઈમના જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, 'સાયબર ક્રાઈમ દ્વારા કે મ્યુલ ખાતાઓની રકમ દેશની બહાર જાય છે ત્યારે તેનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ થતો હોય છે. અત્યારના સમયમાં પરંપરાગત ગુન્હાઓથી પણ વધારે સાયબર અપરાધ થતા હોય છે. તેનો ભોગ બનનાર ઘણીવાર અજ્ઞાનતા, ડર, કે પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે ફરિયાદ નોંધાવતા હોતા નથી. મ્યુલ ખાતાઓ અંગે આપણે જોઈએ તો, પોતાનું બેંક ખાતુ પૈસાની લાલચમાં કે કોઇપણ કારણસર અન્યને વપરાશ માટે આપવું ગુનાને પાત્ર છે. વપરાશ કરનાર તે ખાતામાં કંઈપણ કરે તો તેની જવાબદારી જે તે બેંક ખાતેદારની જ બને છે. આ તકે સર્વે બેંક કર્મચારીગણને પણ આહ્વાન કરીએ છીએ કે, તમારી પાસે કોઈ ખાતાધારક પૈસા ઉપાડવા આવે ત્યારે થોડા સર્તક રહો. જે તે ખાતા સંબંધિત થોડી માહિતી પુછો. અચાનક કોઇ ખાતામાં મોટી રકમની લેવડ-દેવડ થાય કે વપરાશ વધી જાય તો પુછપરછ કરશો અને આવનાર વ્યક્તિનું વર્તન ધ્યાનથી જોશો તો તેના આધારે સાયબર અપરાધ બનતો અટકાવી શકાશે.'
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે હાર્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, 'રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ૭૩ વર્ષ જુની બેંક છે. ખૂબ જ નાની મૂડીથી શરૂ થયેલી આ બેંક અત્યારે ૧૧ હજાર ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ મિક્સ ધરાવે છે.
સતત પાંચ વર્ષથી નેટ એનપીએ ઝીરો છે. ગત વર્ષમાં બેંકિંગના કુલ વ્યવહારો પૈકી ૯૧% ડીજીટલી હતા તેની સામે છેલ્લા ૬ માસ દરમિયાન ૯૩% વ્યવહાર ડીજીટલી થયા છે. મ્યુલ એકાઉન્ટ શું છે તેના વિશે જે એજન્સી કામ કરે છે, આ પ્રકારના ગુન્હાઓને અટકાવવા કે થયા બાદ કાર્યવાહી કરતી એજન્સીના લોકો આપણે આંગણે આવીને માર્ગદર્શન આપવાના છે. સાયબર ક્રાઇમ સમજવા માટે આપણા માટે મોટી તક છે. અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી અને અગત્યના વિષય ઉપર આપણે માર્ગદર્શન મેળવીએ અને જાગૃત બનીએ સાથોસાથ આપણા પરિવારને જાગૃત બનાવીએ.'
સાઇબર ક્રાઇમ-રાજકોટના પીઆઈ જે. એમ. કૈલાએ જણાવ્યું હતું કે, 'પોલીસ દ્વારા કોઈને પણ ડીજીટલ એરેસ્ટ કરાતા નથી. સાઇબર ક્રિમીનલો નકલી પોલીસ બની, તેના જેવું જ સેટ-અપ બતાવી, ખોટી નોટીસ દર્શાવી, કોર્ટનું પણ ખોટું સેટ-અપ દર્શાવી, ડીજીટલ એરેસ્ટ કરે છે અને ધીમે-ધીમે વ્યક્તિને ફસાવતાં જતાં હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial