Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ પર બંધારણની મૂળભાવના નષ્ટ કરવાના તથા ચૂંટણીમાં ગરબડ, એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો કર્યા
બર્લિન તા. ૨૩: જર્મનીના બર્લિનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ-મોદી સરકાર ઉપર તડાપીટ બોલાવી છે. તેમણે કહ્યું કે, જો કોઈ કોંગ્રેસનું સમર્થન કરે તો તેને ધમકાવાય છેઃ ભાજપ બંધારણને સમાપ્ત કરવા માંગે છે. અમે આરએસએસની વિચારધારાની લડાઈ લડી રહ્યાં છીએ. તેમણે ભારતમાં લોકતંત્ર અને બંધારણ પર ખતરો હોવાનો નિર્દેશ કરી મોદી સરકાર પર એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો દોહરાવ્યા હતાં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહૃાું કે ભાજપ દેશની સંસ્થાકીય રચના પર કબજો કરી રહી છે અને આ લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહૃાું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહૃાું કે ગુપ્તચર એજન્સીઓ, ઈડી અને સીબીઆઈનો ઉપયોગ હવે ભાજપના વિરોધીઓને નિશાન બનાવવા માટે થઈ રહૃાો છે. આ એજન્સીઓનો ભાજપ સામે કોઈ કેસ નથી. જો તમે કોંગ્રેસને ટેકો આપો છો, તો તમને ધમકી આપવામાં આવે છે. રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણ અને સમાનતાના વિચારનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહૃાું કે ભાજપ બંધારણને નાબૂદ કરવાનો અને રાજ્યો, ભાષાઓ અને ધર્મો વચ્ચે સમાનતા નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. અમે આ વિચારધારા સામે લડી રહૃાા છીએ.
ઇન્ડિયા એલાયન્સમાં પક્ષો વચ્ચેની દુશ્મનાવટનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહૃાું, અમે એક છીએ. અમે આરએસએસની વિચારધારાની વિરુદ્ધ છીએ, જોકે વ્યૂહાત્મક સ્પર્ધાઓ ચાલુ રહેશે. તેમણે એમ પણ કહૃાું કે દેશને મજબૂત નેતા કરતાં પરસ્પર સંવાદની જરૂર છે, કારણ કે ભારત એક વૈવિધ્યસભર દેશ છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમની પણ ટીકા કરતા કહૃાું કે ભારત મજબૂત નેતા કરતાં રાજ્યો વચ્ચે સંવાદનું કેન્દ્ર હોવું જોઈએ. તેમણે એમ પણ કહૃાું કે મોટી સંખ્યામાં લોકો વડા પ્રધાન મોદીની વિચારધારા સાથે અસંમત છે અને માને છે કે આ અભિગમ દેશમાં ભારે તણાવ પેદા કરશે.
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી હાલમાં જર્મનીની પાંચ દિવસની મુલાકાતે છે, જ્યાં તેમણે અગાઉ આરએસએસ પર સંસ્થાઓ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે જે પ્રશ્નો ઉઠાવી રહૃાા છીએ તેના જવાબ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહૃાા નથી.
હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પર ફરી એકવાર શંકા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'હરિયાણાની ચૂંટણી અમે જીત્યા જ હતા, પરંતુ મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનું નામ હોવા જેવી અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. અમે જ્યારે ચૂંટણી પંચને આ બાબતે પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નથી.' આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીઓને પણ 'અન્યાયી' ગણાવી હતી.
વૈશ્વિક રાજકારણ વિશે વાત કરતા રાહુલે કહૃાું કે, 'ભારતને અગાઉ અમેરિકાના પ્રભુત્વનો ફાયદો થયો હતો, પરંતુ હવે અમેરિકા લશ્કરી અને આર્થિક પડકારોનો સામનો કરી રહૃાું છે. ભારત રાજ્યોનો સંઘ છે અને કોઈ એક વ્યક્તિ આખા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ભાજપ ચર્ચામાં માનતું નથી, જે લોકશાહી માટે ખતરો છે.'
રાહુલ ગાંધીએ ચૂંટણી દાનનો ઉલ્લેખ કરતા કહૃાું કે ભાજપ પાસે કોંગ્રેસ કરતા ઘણાં પૈસા છે. તેથી, વિપક્ષ તરીકે, આપણે પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો માર્ગ શોધવો પડશે... પરંતુ તમારે સમજવું પડશે કે આપણે ફક્ત ભાજપ સામે લડી રહૃાા નથી, આપણે ભારતીય સંસ્થાકીય માળખા પર તેના કબજા સામે પણ લડી રહૃાા છીએ.
દિલ્હી અને કેટલાક અન્ય મુખ્ય ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણ અંગેના પ્રશ્નના જવાબમાં, રાહુલે કહૃાું કે ઉત્પાદન અને પ્રદૂષણ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી; તમે કયા પ્રકારનું બળતણ વાપરો છો, ઉત્પાદન માટે તમે કયા પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરો છો તે જ મહત્ત્વનું છે. આપણા મુખ્ય શહેરોમાં પ્રદૂષણને યોગ્ય સરકારી હસ્તક્ષેપ દ્વારા દૂર કરી શકાય છે. તેમણે ઉમેર્યું કે જર્મની ઘણું ઉત્પાદન કરે છે, પરંતુ અહીંની હવા સ્વચ્છ છે.
ઇઝરાયલ વિશેના પ્રશ્નના જવાબમાં, કોંગ્રેસના નેતાએ કહૃાું, અમે ઘણાં દેશો પાસેથી શસ્ત્રો ખરીદીએ છીએ; અમે ઇઝરાયલ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી ખરીદીએ છીએ. મુશ્કેલ પરિસ્થિતિઓમાં, આપણે પોતાનો બચાવ કરવો પડશે... હમાસે જે કર્યું તે સંપૂર્ણપણે ખોટું હતું, અને ઇઝરાયલે પછી જે કર્યું તે પણ ખોટું હતું. મહિલાઓ અને બાળકો પર બોમ્બમારો ન થવો જોઈતો હતો.
ભાજ૫ની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનો પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ 'એકસ' પર લખ્યું, 'રાહુલ ગાંધી કહે છે કે જો લોકો અંદરો-અંદર લડશે, તો ભારત નિષ્ફળ જશે. શું ભારતને પ્રેમ કરનાર કોઈ ભારતને નિષ્ફળ જોવા માંગશે? રાહુલ ગાંધીની કોંગ્રેસ, તેના વૈચારિક માર્ગદર્શક જ્યોર્જ સોરોસ સાથે, ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial