Advertisement
Author: નોબત સમાચાર

મોંઘવારી અને મેડિસિનની વાતો કરતા કરતા ભાષણમાં મેલાનિયા-ડોનાલ્ડ ટ્રમ્પના અન્ડરગારમેન્ટના વખાણ !

અમેરિકાના રાષ્ટ્રપતિની જાહેરસભામાં શરમજનક હરકતઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૩: એક જાહેર સભામાં પત્ની મેલાનિયાના અન્ડરગારમેન્ટ્સ વિશે લવારો કરતું ભાષણ સાંભળી ઉપસ્થિત શ્રોતાઓ પણ શરમાઈ ગયા હતાં. ટ્રમ્પે એફબીઆઈની જુની કાર્યવાહીનો ઉલ્લેખ કરવાની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પનો કિસ્સો સંભળાવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્નીના અન્ડરગારમેન્ટ્સ વિશે વાત કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં ટ્રમ્પ નોર્થ કેરોલાઈનમાં એક ચૂંટણી સભા કરી રહ્યા હતાં. આ દરમિયાન તેમણે એફબીઆઈની જુની કાર્યવાહીનો ઉલ્લેખ કરવાની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પનો કિસ્સો સંભળાવ્યો, જે સાંભળીને સમર્થકો આશ્ચર્યમાં મૂકાવાની સાથે હસવા પણ લાગ્યા હતાં.

તેમણે મજાકમાં કહ્યું કે, 'મેલાનિયાના કપડા અને અન્ડરગારમેન્ટ્સ અત્યંત વ્યવસ્થિત રીતે વાળેલા હોય છે અને તે એટલા પરફેક્ટ લાગે છે કે જાણે તેને સ્ટીમ કરવામાં આવ્યા હોય.'

જો કે, ટ્રમ્પ મોંઘવારી અને દવાઓની વધતી કિંમતો મુદ્દે ભાષણની શરૂઆત કરી હતી. થોડી જ વારમાં તેમણે મુદ્દો બદલીને પોતાના રિસોર્ટની વાતો કરવા લાગ્યા હતાં. તેમણે તેમના ફ્લોરિડામાં આવેલા માર-એ-લાગો રિસોર્ટ પર એફીબીઆઈએ કરેલી કાર્યવાહી મુદ્દે વાત શરૂ કરી દીધી હતી. તેમણે એફબીઆઈની જુની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સંધીય એજન્ટોએ મારી પત્ની મેલાનિયાના કબાટ અને ડ્રોઅરની તપાસ કરી હતી.

સંધીય એજન્ટોએ ટ્રમ્પના નિવાસસ્થાનમાં પહોંચી શોધખોળ હાથ ધરી હતી, જેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, 'એજન્ટોએ મારી પત્નીનો કબાટ તપાસ્યો. એટલું જ નહીં, ડ્રોઅરની પણ તપાસ કરી. તેમાં મારી પત્નીના અંડરગારમેન્ટ્સ હતાં, જેને પેન્ટી પણ કહેવાય છે. તે પરફેક્ટ વાળેલા હતાં. તે પરફેક્ટ હોય છે. મને લાગે છે કે, તે (મેલાનિયા) કપડાને ઈસ્ત્રી પણ કરે છે.'

વાસ્તવમાં ટ્રમ્પ પ્રથમવાર રાષ્ટ્રપતિ બન્યા હતાં, તે વખતે તેમના પર ર૦ર૩ માં ગુપ્ત દસ્તાવેજોનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનો ઔપચારિક આરોપ લગાવ્યો હતો. ત્યારપછી એફબીઆઈએ તેમના રિસોર્ટ પર દરોડો પાડીને શોધખોળ આદરી હતી. એજન્સીને આશંકા હતી કે, કાર્યકાળ સમાપ્ત થયા પછી ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદને લગતા દસ્તાવેજો માર-એ-લાગો રિસોર્ટ પર લઈ ગયા હતાં.

એફબીઆઈએ તપાસ કરી રહી કે, શું આ દસ્તાવેજોને ખોટી રીતે તો રાખવામાં આવ્યા નથી ને કે પછી જાણીજોઈને રાખવામાં આવ્યા છે? એવું કહેવાય છે કે, આ દસ્તાવેજોમાં ટોપ સિક્રેટ ડોક્યુમેન્ટ પણ હતાં. આવા દસ્તાવેજો માત્ર સુરક્ષિત સરકારી ઠેકાણાઓ પર રાખવામાં આવે છે, જો કે કેસ ચાલ્યો ત્યારે ટ્રમ્પે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં. ત્યારપછી જુલાઈ-ર૦ર૪ માં કેસ બંધ કરી દેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh