Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર આર્યસમાજના ૯૮ મા તથા દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મા વાર્ષિકોત્સવની ઉજવણી
'છોટીકાશી' જામનગરમાં આર્યસમાજના ૯૮ મા તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કરની આગેવાનીમાં બહુવિધ કાર્યક્રમો સાથે પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના અવસરે ૧પ૦ કૂંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ૨૦૧ કૂંડમાં યજમાનોએ આહૂતિઓ આપી અને ક્લાઈમેટ ચેન્જના પડકારજનક સમયમાં પર્યાવરણ શુદ્ધિના સંકલ્પ સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા સહિતના મહાનુભાવો અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર મહોત્સવ દરમિયાન વિદ્યાર્થિનીઓની વકતૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી. વિવિધ અગત્યના પદો પર સેવારત તથા જાહેર જીવનમાં સક્રીય પૂર્વ વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વર્તમાનની તેજસ્વી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકગણનો પણ સન્માન સમારંભ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial