Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ થતા
નવી દિલ્હી તા. ૨૬: પાકિસ્તાન સાથે વેપાર બંધ થતાં ભારતમાં ડ્રાયફ્રૂટ મોંઘા થઈ શકે છેઃ ભારતમાં સિંધવ મીઠું સૌથી વધારે મોંઘું થઈ શકે છે. તે ઉપરાંત પણ કેટલીક ચીજો મોંઘી થઈ શકે છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના મોટો આતંકી હુમલો થયો. આ હુમલામાં આતંકીઓએ પહલગામમાં ટૂરિસ્ટ ગ્રુપને ટાર્ગેટ કર્યું અને તેમના પર ગોળીબાર કર્યો. પહલગામ હુમલામાં આતંકીઓએ લગભગ ૨૬ ટૂરિસ્ટોની હત્યા કરી નાખી અને કેટલાય લોકોને ઘાયલ પણ કરી નાખ્યા.
પાકિસ્તાન વિરુદ્ધ કેટલાય મોટા નિર્ણયો લીધા. જેમાં ભારત સરકારે સિંધુ જળ સંધિને રદ કરી દીધી. તેની સાથે જ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકો માટે સાર્ક વિઝાને પણ રદ કરી દીધા. તો વળી સરકારે જે પાકિસ્તાની નાગરિકો પાસે એસવીઈએસ વિઝા છે અને જે હાલમાં ભારતમાં છે. તેમને ૪૮ કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર બેન લગાવી દીધો છે.
પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સંબંધ ખરાબ થઈ ચૂકયા છે. સરકારના તમામ મોટા નિર્ણયો બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારા વેપાર પર તેની અસર જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટા પાયે વેપાર થાય છે. ત્યારે આવા સમયે પાકિસ્તાન સાથે સંબંધ ખરાબ થતાં ભારતમાં કેટલીય વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
પાકિસ્તાનથી ભારતમાં મોટી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ ખરીદવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સ ભારતીય બજારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે આવા સમયે પાકિસ્તાન સાથે વેપાર બંધ થતાં ભારતમાં ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં બદલાવ જોવા મળી શકે છે. તેના કારણે ડ્રાયફ્રૂટ્સ મોંઘા થઈ શકે છે.
આ ઉપરાંત પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં સિંધવ મીઠું પણ ખરીદવામાં આવે છે. ભારતમાં સિંધવ મીઠું પાકિસ્તાનમાંથી આવે છે. કારણ કે પાકિસ્તાન દુનિયાના એ દેશોમાંથી એક છે, જ્યાં સિંધવ મીઠું સૌથી વધારે થાય છે. એટલા માટે ભારતમાં સિંધવ મીઠું સૌથી વધારે મોંઘું થઈ શકે છે.
ભારતમાં ચશ્મામાં ઉપયોગ થતા ઓપ્ટિકલ લેન્સ પણ પાકિસ્તાનથી ખરીદવામાં આવે છે. અહીં બનતા ઓપ્ટિકલ્સની ભારતીય બજારોમાં બહુ મોટી માગ રહે છે. હવે સરકારના મોટા નિર્ણયો બાદ અને પાકિસ્તાન સાથે સંબંધ ખતમ થવા પર ભારતમાં ઓપ્ટિકલ લેન્સ પણ મોંઘા થઈ શકે છે.
તેની સાથે જ પાકિસ્તાનમાં ભારત ફળ, સિમેન્ટ, મુલ્તાની માટી, કોટન, સ્ટીલ અને ચામડાનો સામાન પણ ઈમ્પોર્ટ કરે છે. પાકિસ્તાનથી ભારતમાં મોટી માત્રામાં તમામ પ્રોડક્ટ આવે છે. પણ હવે ભારત અને પાકિસ્તાનની વચ્ચે થતા વેપારમાં બદલાવ આવી શકે છે. જેના કારણે આ તમામ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial