Advertisement
Author: નોબત સમાચાર

સરકાર સાથે રૂા.દોઢસો કરોડની છેતરપિંડી આચરવાના ગુન્હામાં નગરના ત્રણની ધરપકડ

સુરત પોલીસ મથકમાં પણ બોગસ હથિયાર, લાયસન્સનો નોંધાયેલો છે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૬ : જામનગરના ત્રણ શખ્સ સામે ભારત સરકાર સાથે રૂા.દોઢસો કરોડની છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચરવા અને બોગસ દસ્તાવેજ બનાવવા અંગે સુરત પોલીસમાં ગુન્હા નોંધાયા પછી આ શખ્સોને શોધી કાઢવા માટે પોલીસની ખાસ ટીમની રચના કરાઈ હતી. આ ટૂકડીએ કચ્છના આડેસર ચેકપોસ્ટ પાસેથી ત્રણેય આરોપીને રૂા.૧૫ લાખ ૫૦ હજારના મુદદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે પંચવટી સોસાયટી નજીક ભુતીયા બંગલા સામે ઓશિયન સોલીટેર એપાર્ટમેન્ટ માં રહેતા મૂળ રાજપરા ગામના વનરાજસિંહ પ્રવીણ સિંહ વાળા, મૂળ ઢંઢાના વતની અને હાલમાં મચ્છરનગરમાં રહેતા મયુરસિંહ ભરતસિંહ સોઢા ઉર્ફે લાલા તથા મૂળ ભાવાભી ખીજડીયાના વતની અને હાલ પટેલકોલોની શેરી નં.૧૧માં રહેતા સત્યજીતસિંહ યોગેન્દ્ર સિંહ જાડેજા સામે બીએનએસ કલમ ૩૧૬ (ર) (પ), ૩૧૮ (૪), ૩૩૬ (૩), ૩૩૮, ૩૪૧ (૧) (ર) (૩) (૪), ૬૧ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

તે ઉપરાંત સુરતના ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયેલો હતો. આ શખ્સોએ ભારત સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાત આચરી બોગસ દસ્તાવેજ બનાવી રૂા.દોઢસો કરોડની છેતરપિંડી કરી લીધી હતી. આ શખ્સોને શોધી કાઢવા માટે ખાસ ટીમની રચના કરવા એસપી પ્રેમસુખ ડેલુએ સૂચના આપતા એસઓજી પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ સ્પેશિયલ ટીમ તપાસમાં જોતરાઈ હતી.

આ શખ્સો વિરૂદ્ધની તપાસમાં ખૂલ્યું હતું કે, તેઓએ બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર કરી ડમી સીમકાર્ડ અને બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરી છેતરપિંડી આચરી હતી. આ શખ્સોના દબાવાઈ રહેલા સગડ દરમિયાન કચ્છની આડેસર ચેકપોસ્ટ પર આ શખ્સો પહોંચ્યા હોવાની વિગત મળતા ત્યાં દોડી ગયેલી ટીમે ત્રણેય આરોપીને દબોચી લીધા છે અને રૂા.૧૫ લાખ પ૦ હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. આ શખ્સોનો કબજો સિટી સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

આરોપી પૈકીના મયુરસિંહ સોઢા સામે જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ ગુન્હા અને પંચકોશી બી ડિવિઝનમાં એક ગુન્હો નોંધાયેલો છે. જ્યારે સત્યજીત સામે પંચકોશી બી ડિવિઝન તથા સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલા છે. જ્યારે વનરાજસિંહ સામે સિટી બી ડિવિઝનમાં ચાર, પંચકોશી બી ડિવિઝનમાં એક, જોડિયામાં એક અને સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધાયેલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh