Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા. ૩૩ કરોડના ખર્ચે ૮૧ર મીટરનો પુલ ઝડપથી બને તેવું આયોજનઃ
ખંભાળિયા તા. ર૬: રિવાઈઝડ પ્લાન રેલવે તંત્ર દ્વારા મંજુર થતા આખરે ખંભાળિયા-જામનગર રેલવે ઓવરબ્રીજના કામને લીલીઝંડી મળી ગઈ છે.
ખંભાળિયામાં જામનગર જવાના રસ્તા પર ૩૭ કરોડ રૂપિયાના જંગી ખર્ચે ઓવરબ્રીજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમની ખાસ રજૂઆતના પગલે મંજુર કર્યા હતાં.
આ ઓવરબ્રીજના કામમાં કોન્ટ્રાક્ટ પણ દેવાઈ ગયાને મહિનાઓ થવા છતાં આ કામમાં રેલવે તંત્રની જમીન વધુ આવી જતી હોય, નક્શા રિવાઈઝડ કરીને નવા પ્લાન રજૂ કરવાનું જણાવાતા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝન સમક્ષ રિવાઈઝડ પ્લાન રજૂ કરતા તે મંજુર થતા કામને લીલીઝંડી મળી છે તથા આ કામનું ખાતમુહૂર્ત પણ તાજેતરમાં રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
રેલવે ક્વાર્ટર પાસેથી પુલની શરૂઆત થશે
રૂપિયા ૩૭ કરોડના ખર્ચે બનનાર આ પુલ ઓવરબ્રીજ હશે જેથી હાલ રેલવે ફાટકનો પ્રશ્ન પણ હલ થશે. આ પુલની બન્ને તરફ સર્વિસ રોડ તથા હાલ રેલવે સ્ટેશન પાસે રેલવે સ્ટાફ ક્વાર્ટર છે ત્યાંથી પુલ શરૂ થશે અને ફાટક પછી સર્વિસ સ્ટેશનની આગળ પૂર્ણ થશે. જેની લંબાઈ ૮૧ર મીટરની રહેશે તથા અદ્યતન ટેકનોલોજીથી બનશે.
જી.યુ.ડી.ના અધિકારી રૂપાલાએ જણાવેલ કે થોડા જ સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ ઓવરબ્રીજનું કામ ચાલુ થશે અને ઝડપથી પૂરૃં થાય તે માટે ઝડપી કાર્યવાહી તથા મોટી સંખ્યામાં માનવશ્રમ તથા ટેકનોલોજી સાથે શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial