Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'જાદુગર કરન' ના જાદુની અદ્ભુત કમાલ સાથે જબરદસ્ત જમાવટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના મ્યુનિ. ટાઉન હોલમાં 'જાદુગર કરન' ના જાદુ ના પ્રયોગો જામનગરની મનોરંજન પ્રેમી અને શોખીન પ્રિય જનતામાં જબરજસ્ત આકર્ષણ જમાવ્યું છે. 'જાદુગર કરન' દ્વારા જાદુના પ્રયોગો રજુ કરવાની એક અલગ સ્ટાઇલ છે. હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, અને દરેક આઈટમ ને અનુરૂપ ધમાકેદાર મ્યુઝિક અને લાઇટિંગ ઇફેક્ટના કારણે 'જાદુગર કરન'ના જાદુના ખેલ દર્શકો માં છવાઈ જાય છે.

 જાદુગર કરન ની સ્ટેજ પર એન્ટ્રી સાથે ચપળતા, ગજબનાક સ્ફૂર્તિ સાથેનું પ્રેઝન્ટેશન દાદ માગી લે તેવું હોવાથી તેઓ અન્ય જાદુગર કરતાં અલગ અસર ઊભા કરી શક્યા છે.  જાદુ ના શોમાં વોટર ઓફ ઇન્ડિયા, ભારતીય ફ્લેગ તિરંગો, જેવી પરંપરાગત આઈટમ સાથે મેજિક બોક્સ, મેજિશિયન કટીંગ, પલકવારમાં યુવતી નું ગાયબ થઈ જવું, અને જાદુગરનું પ્રગટ થવું, રૂપિયાનો વરસાદ, જેવી અનેક આઈટમો નિહાળીને પ્રેક્ષકો દંગ રહી જાય છે.  તેમાંય મેજીસીયન કટીંગ, ચાલુ પંખા માંથી આરપાર નીકળવું, અરીસામાંથી આરપાર નીકળવું, તેવા પ્રયોગો થી પ્રેક્ષકો આફ્રીન થઈ જાય છે, અને સમગ્ર પ્રેક્ષકો અચંબા માંથી બહાર આવીને તાળીઓના ગડગડાટ થી આઈટમને વધાવે છે.

 જાદુગર કરન આ અગાઉ જામનગરમાં રેકોર્ડ બ્રેક હાઉસફુલની હાર માળા સર્જી ચૂક્યા છે. છેલ્લા ૩૦ થી વર્ષથી સમગ્ર ભારતભરમાં અને વિદેશોમાં પણ તેઓના મેંઝિકશો લોકપ્રિયતા સાથે અને સફળતાપૂર્વક ચાલી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh