Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભાતફેરી, સર્વોત્તમ સ્તોત્રના પાઠ, સેવા કુંજ હવેલીથી વરણાંગીનું પ્રસ્થાનઃ
ખંભાળિયા તા. ૨૬: ખંભાળિયામાં શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
વલ્લભાચાર્યજીના પ૪૮ મા પ્રાગટ્ય દિન નિમિત્તે અહીંની સુવા કુંજ હવેલીમાં બપોરે ૩ થી પ સુધી સર્વોત્તમ સ્તોત્રના પાઠ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો દ્વારા પરંપરાગત પીળા વસ્ત્રો તથા ધોતી-બંડીમાં ભાવિકો જોડાયા હતાં તથા મહાપ્રભુજીની આરતી ઉતારીને વરણાંગીનું પ્રસ્થાન થયું હતું. જેમાં ગોસ્વામી શ્રી માધવીવહુજી મહારાજ જોડાયા હતાં. આ વરણાંગીનું ઠેર ઠેર સ્વાગત થયું હતું તથા ભક્તો પરિક્રમામાટે પણ જોડાયા હતાં. વરણાંગીના મનોરથી અગ્રણી વેપારી વિનુભાઈ બરછા (ઘીવાળા) રહ્યા હતાં.
શ્રીમદ્ વલ્લભાચાર્યની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે મહાપ્રભુજી બેઠકમાં પણ ભવ્ય કાર્યક્રમો થયા હતાં.
સવારે સાડાછ વાગ્યે વૈષ્ણવો દ્વારા પ્રભાતફેરી કાર્યક્રમ યોજાયો હતો. સવારે સાડાદસથી સાડાઅગિયાર સુધી પલનાના દર્શન પણ યોજાયા હતાં. બપોરે એક વાગ્યે રાજભોગ સાથે તીલક આરતી સાંજે ૬ થી સાડાસાત વાગ્યા સુધી ડોલરની ફૂલ મંડળી પણ યોજાઈ હતી તથા સાંજે સેવાકુંજથી વરણાંગી મહાપ્રભુજી વલ્લભાચાર્યની નીકળી હતી જેનું બેઠકજીમાં ભવ્ય સ્વાગત થયું હતું તથા આ મહાઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો, ભાવિકો તથા રઘુવંશી પરિવારો, મહિલાઓ પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial