Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ રસ્તો ખુલી ગયો, છતાં વૈકલ્પિક માર્ગનું કામ ચાલુ રાખો
ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયામાં અત્યંત મહત્ત્વનું સલાયા રેલવે ફાટક બંધ કરીને અંડર ગ્રાઉન્ડના કામે બંધ કર્યું છે તેવું કહેવાયું હતું પણ જિલ્લા કલેકટર રાજેશ તન્નાની સૂચનાને પગલે તેમની તપાસમાં હજુ ફાટક બંધ કરવાની જરૂર નથી ત્યાં બંધ થયું હોય આ ફાટક ફરીથી ખુલ્લું મુકાતા હજારો વાહન ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
ફાટક બંધની જરૂર નહીં હોવા છતાં બંધ કરનારા જાણકારી વગરના રેલવે તંત્રના અધિકારીઓ સામે પગલાની માંગણી કરાઈ છે. રોજ પાંચ સાત હજાર વાહન ચાલકો વીસેક દિવસથી ચાર પાંચ કિ.મી. ફરીને જતાં હતા તો સરકારી હોસ્પિટલ, જિલ્લા કોર્ટો તથા સલાયા, દ્વારકા તરફ જવા માટે તથા ફાયર જેવી ઈમરજન્સી સેવા તથા દર્દીઓ અટવાતા હતા.
હાલ આ રસ્તો ખુલી ગયો છે. ત્યારે રંગીલા હનુમાન તરફનો વૈકલ્પિક માર્ગો બનાવવાનું શરૂ રાખવા પણ માંગણી કરાઈ છે. જેથી ભવિષ્યમાં ફાટક ફરી બંધ થાય ત્યારે તેનો ઉપયોગ થઈ શકે
જામનગર માછીમાર એસો. ના પ્રમુખ દ્વારા
માછીમારોને કિસાન ક્રેડીટ કાર્ડની યોજનાનો લાભ આપવા રજૂઆત
જામનગર તા. ૨૫: કેન્દ્ર સરકાર દ્વારા માછીમારો માટે પણ કિસાન ક્રેડીટ કાર્ડની યોજના અમલમાં મુકી છે. પણ આ યોજનાના ધીરાણનો લાભ લેવા ઈચ્છુક માછીમારો તમામ દસ્તાવેજો, આધારો રજૂ કરતા હોય છતાં કહેવાતી બેંક ધીરાણ આપતી નથી. જેથી આ યોજના માછીમારો મારે સાવ નિરર્થક પૂરવાર થઈ રહી છે. કેટલીક બેંક દ્વારા ભ્રષ્ટાચાર કરીને ધીરાણ આપાતી હોવાનો આક્ષેપ જામનગર માછીમાર એસો. ના પ્રમુખ અનવર સંઘારે કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માછીમારોને કિસાન ક્રેડીટ કાર્ડ યોજનાના ધીરાણ સહિતના લાભો ત્વરિત મળે તેવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial