Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વીસ હજારથી વધુ દીકરીઓને 'નમો લક્ષ્મી યોજના'નો લાભ

ધો. ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓને પચાસ હજારની સહાયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવા પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુસર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં 'નમો લક્ષ્મી યોજના' નો આરંભ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં આ યોજનાનો વ્યાપ થાય તે માટે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાના માર્ગદર્શન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દરેક ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહૃાું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડી. ડી. ભેંસદડીયાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલમાં ૨૦,૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ આ 'નમો લક્ષ્મી યોજના'નો લાભ લઈ રહી છે, જે દીકરીઓના શિક્ષણ પ્રત્યે જિલ્લાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

'નમો લક્ષ્મી યોજના' શું છે?

ગુજરાતમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'નમો લક્ષ્મી યોજના' અમલમાં છે. આ યોજના અંતર્ગત સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કુલ રૂ.૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના અભ્યાસ દરમિયાન ૧૦ માસ માટે માસિક રૂ.૫૦૦ મુજબ વાર્ષિક રૂ.૫,૦૦૦. આમ, બંને વર્ષના મળીને કુલ રૂ. ૧૦,૦૦૦ ની સહાય મળે છે.તેમજ ધો. ૧૦ ઉત્તીર્ણ થયા બાદ વધારાના રૂ. ૧૦,૦૦૦ આપવામાં આવે છે.

ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં વિદ્યાર્થીનીઓને ૧૦ મહિના માટે માસિક રૂ.૭૫૦ લેખે વાર્ષિક રૂ.૭,૫૦૦. આમ, બંને વર્ષના મળીને રૂ. ૧૫,૦૦૦ ની સહાય મળે છે.અને ધો. ૧૨ ઉત્તીર્ણ થયા બાદ વધુ રૂ.૧૫,૦૦૦ ની સહાય અપાય છે.

યોજનાનો લાભ કેવી રીતે મળે?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થિનીઓની શાળામાં માસિક હાજરી ૮૦% હોવી ફરજિયાત છે. વિદ્યાર્થિની વતી શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરવામાં આવે છે. સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે, જે પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવે છે.

આમ, 'નમો લક્ષ્મી યોજના' કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh