Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાંથી ત્રણ મહિલા, ધ્રોલ પાસેથી ચાર શખ્સ ઝબ્બેઃ
જામનગર તા. ૧પઃ જામનગરના આમરા ગામની સીમમાં એક મકાનમાં રમાતા જુગાર પર એલસીબીએ દરોડો પાડી સાત પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. રોકડ, વાહન મળી રૂ.૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે. શંકરટેકરીમાંથી ત્રણ મહિલા અને ધ્રોલ પાસેથી ચાર શખ્સ જુગાર રમતા ઝડપાઈ ગયા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામ સીમમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, મયુદ્દીન, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ વીએમ લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફે આમરાની સીમમાં ચંપકભાઈ છગનભાઈ કટેશીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં ચંપકભાઈ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા ઝડપાયા છે. ગંજીપાના કૂટી રહેલા કનારા સાજણભાઈ રણમલભાઈ, કરશનભાઈ ગગુભાઈ ચાવડા તથા સંજય બાબુભાઈ તરાવીયા, ધરમશીભાઈ લખુભાઈ કણઝારીયા, વસરામભાઈ માવજીભાઈ સીતાપરા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૮૪,૫૦૦ રોકડા, છ મોબાઈલ, ચાર બાઈક મળી રૂ.૩૦૬૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરાની શેરી નં.રમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા ભાનુબેન કમલેશભાઈ કંબોયા, મનાલીબેન અશોક ભાઈ ગુડકા, તનુબેન ધર્મેશ ભાઈ આલીખા નામના ત્રણ મહિલા પોલીસના દરોડામાં ઝડપાયા હતા. પટમાંથી રૂ.૧૩૦૦ કબજે કરાયા છે.
ધ્રોલ નજીક રાજકોટ ધોરીમાર્ગ પર દરગાહ પાસે કાચા રસ્તા નજીક ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા બાબુભાઈ બચુભાઈ ગોલતર, વિશાલ મોમભાઈ ભુંડીયા, વિજય ખેંગારભાઈ પરમાર, જીજ્ઞેશ ઉર્ફે મુન્ના ધ્રાંગીયા નામના ચાર શખ્સને ધ્રોલ પોલીસે પકડી લઈ રૂ.૧૧૨૦૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial