Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ત્રણ વર્ષ પહેલાં ઢગાની વિકૃતિની થઈ હતી રાવઃ
જામનગર તા. ૧પઃ જામનગરના એક વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ પહેલાં રાત્રિના સમયે દુકાને ખરીદી કરવા ગયેલી બાર વર્ષની તરૂણીએ સાંઈઠ વર્ષના દુકાનદારે દુકાનમાં બોલાવી અડપલા કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ઢગાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જામનગરના આણદા બાવા ચકલાથી આગળ આવેલા એક વિસ્તારમાં નોવેલ્ટી સ્ટોર ચલાવતા ફિરોઝ મહંમદઅલી ઉર્ફે કાદુ કાદીયાણી (ઉ.વ.૬૦) નામનો મુલ્લામેડી નજીક ભટ્ટ ફળીમાં રહેતો શખ્સ ગઈ તા.૧૮ નવેમ્બર ૨૦૨૧ની રાત્રે પોતાની દુકાને હતો.
આ વેળાએ બારેક વર્ષની એક તરૂણી વસ્તુ લેવા માટે આવી હતી. ત્યારે આ ઢગાએ તે બાળકીને દુકાનમાં બોલાવી અણછાજતા અડપલા કરી વિકૃતી વ્યક્ત કરી હતી તેમ કરવાની તરૂણીએ ના પાડતા આ શખ્સે ઝાપટ મારી હતી. તે પછી આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો તે દૃશ્ય જોઈ ગયા હતા અને તેઓએ તરૂણી ને પૂછતા આ શખ્સે અગાઉ પણ ચારથી પાંચ વખત આ જ રીતે અડપલા કર્યાનું રડતા રડતા તરૂણીએ જણાવતા પોલીસને જાણ કરાઈ હતી. દોડી આવેલી સિટી એ ડિવિઝન પોલીસે આઈપીસી ૩૭૫ (સી), ૩૭૬ (એ) (બી) (૩) સહિતની કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને પંદર સાહેદોની જુબાનીને ગ્રાહ્ય રાખી આરોપી ફિરોઝ ઉર્ફે કાદુ મહંમદઅલી કાદીયાણીને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૭૫ (સી), ૩૭૬ (૩), પોક્સો એક્ટની કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૩, ૫૦૬ના ગુન્હામાં સંયુક્ત રીતે બે વર્ષની સખત કેદ, રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર તરૂણીને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial