Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંયુકત રાષ્ટ્ર સંઘની આતંકવાદ વિરોધી સમિતિ સમક્ષ રજૂઆત સાથે પ્રતિબંધની માંગણી
નવી દિલ્હી તા. ૧૫: પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનના ટીઆરએફનો હાથ હોવા અંગે ભારતે યુએનની કમિટી સમક્ષ સજ્જડ પુરાવા રજુ કરી દીધા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ ટીઆરએફને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે યુનોમાં પહોંચ્યું છે. ભારતે આતંકવાદી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં ટીઆરએફ અને પાકિસ્તાનનો હાથ છે. આજે યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝ્મ એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધિ કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝ્મ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે ટીઆરએફ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.
હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય અધિકારીઓએ ગુરૂવારે (૧૫ મે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને આંતકી સંગઠન ટીઆરએફની ગતિવિધિઓ વિશે જાણકારી આપી હતી. ભારતે જણાવ્યું કે, પહલગામ હુમલામાં ટીઆરએફ પણ સામેલ હતું.
ભારતીય ટીમે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ ટીઆરએફને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતે ્ઇહ્લ ને સરહદ પારના આતંકવાદ સાથે જોડતા પુરાવા સાથે યુએનની ૧૨૬૭ સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર ૨૦૨૪ પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.
હકીકતમાં, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરૂઆતમાં ૨૨ એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતાં. જોકે, તે પછી તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન ટીઆરએફએ સરહદ પાર પોતાના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial