Advertisement
Author: નોબત સમાચાર

ભાગીદારીમાં કામના પ્રશ્ને લેવડ-દેવડની માથાકૂટ થતાં શ્રમિક પર ભાગીદારનો હલ્લો

સિદ્ધાર્થનગરમાં યુવક પર દસ શખ્સ તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરના બે શ્રમિક વચ્ચે ભાગીદારીમાં કામ રાખ્યા પછી મનદુખ થતાં બોલાચાલી થઈ હતી. એક શખ્સે પાવડાથી હુમલો કર્યાે હતો અને તેના પત્નીએ ધમકી આપી હતી. જ્યારે સિદ્ધાર્થનગરમાં એક યુવાન પર દસ શખ્સે ધોકા-છરી, પાઈપથી હુમલો કરી તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાે હતો.

જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક ખેતીવાડી ફાર્મ પાસે ઈન્દિરા કોલોનીમાં રહેતા ધર્મેન્દ્ર ખીમજીભાઈ ચાવડા તથા મુન્નાભાઈ મુળજીભાઈ મકવાણા લાંબા સમયથી કડીયાકામ તથા સેન્ટીંગકામ ભાગીદારીમાં રાખતા હતા. તે દરમિયાન બંને વચ્ચે પૈસા બાબતે બોલા ચાલી થતાં ગયા શનિવારે સવારે સેનાનગર નજીક એક કામના સ્થળે ધર્મેન્દ્ર ચાવડા હતા ત્યારે ત્યાં આવેલા મુન્નાભાઈએ બોલાચાલી કરી પાવડો ઝીંકી દીધો હતો.

તે પછી મુન્નાભાઈના પત્ની લક્ષ્મીબેન તેમના ઘેર ધસી ગયા હતા. જ્યાં તેઓએ ધર્મેન્દ્રભાઈના પત્ની ગીતાબેન ને ગાળો ભાંડી બીજો પગ પણ ભાંગી નાખવો છે તેવી ધમકી આપી હતી. સિટી સી ડિવિઝનમાં ધર્મેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના વામ્બે આવાસ રોડ પર સિદ્ધાર્થનગર માં રહેતા રાહુલ સુરેશભાઈ વરણ ઉર્ફે ઋત્વિકને મંગળવારે રાત્રે પાનની એક દુકાન પાસે આવી મુન્ના ઝાલા તેના પિતા બળુભા ઝાલા અને અજાણ્યા આઠ શખ્સે તારો ભાઈ યશ ક્યાં છે તેમ પૂછી ઝઘડો કર્યા પછી મુન્નાએ છરી તથા પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો અને ચાર બાઈકમાં આવેલા આઠ શખ્સે પણ ધોકા-પાઈપથી માર મારી રાહુલને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાે હતો. અગાઉ યશ તથા બળુભા વચ્ચે કોઈ બાબતે મનદુખ થયું હતું તેનો ખાર રાખી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh