Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓએ સપ્લાયરનું નામ આપ્યું: એક મકાનમાંથી ૧૨ બોટલ મળી આવીઃ
જામનગર તા. ૧પઃ જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક ઈન્દિરા કોલોનીમાં સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની ૬૭ નાની બોટલ લઈને જતા એક શખ્સને એલસીબીએ પકડી પાડ્યો છે. જયારે અંધાશ્રમ આવાસ કોલોની સ્થિત એક શખ્સના મકાનમાંંથી દારૂની ૩૬ બોટલ કબજે કરાઈ છે. આ શખ્સોએ સપ્લાયરનું નામ એલસીબીને આપ્યું છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે ઈન્દિરા કોલોનીમાં એક શખ્સ સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, મયુરસિંહ, હિતેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન ઈન્દિરા કોલોની શેરી નં.રમાં રહેતો ગૌતમ મંગાભાઈ સુરડીયા નામનો શખ્સ નંબર વગરના એક્ટિવા સ્કૂટર પર નીકળતા તેને રોકાવી ચેક કરાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૬૭ ચપલા મળી આવ્યા હતા. દારૂનો જથ્થો, એક મોબાઈલ તથા સ્કૂટર મળી કુલ રૂ.૪૬૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ગૌતમ ઉર્ફે ભૂરાએ તે જથ્થો નાગનાથ સર્કલ પાસે મહેશ્વરીવાસમાં રહેતા ગૌતમ ફફલે આપ્યાની કબૂલાત આપી છે.
જામનગરના અંધાશ્રમ આવાસ કોલોનીના બ્લોક નં.૧૭/૧૨માં એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીના કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ, ઋષિરાજ સિંહને મળતા તે બ્લોકમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે વસવાટ કરતા દિલીપ મંગાભાઈ સુરડીયાના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ મળી આવી હતી. એક મોબાઈલ તથા બોટલ મળી કુલ રૂ.૨૪૮૦૦નો મુદ્દા માલ કબજે કરાયો છે. આ શખ્સે પણ ગૌતમ ફફલ પાસેથી દારૂ લીધાની કબૂલાત આપી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં આવેલા અનોપસિંહ કનુભા પઢીયાર નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી વ્હીસ્કીની ૧૨ બોટલ મળી આવી હતી. વેચાણ માટે રાખવામાં આવેલી બોટલ કબજે કરાઈ છે. દરોડા પહેલાં આરોપી નાસી જવામાં સફળ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial