Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬મી એપ્રિલથી ગઈકાલ સુધીમાં ૨૦ હજારથી વધુએ લાભ લીધો
જામનગર તા. ૧૫: જામનગર શહેરના મિલકત ધારકો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેકસ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેને છેલ્લા ૧૬ દિવસ જ બાકી હોય જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
એડવાન્સ ટેક્સ, મિલકત વેરા અને પાણી ચાર્જ પર જામનગર મહાનગરપાલિકા આપી રહ્યું છે ૧૦ થી ૨૫ ટકા સુધીનું વળતર, આ યોજના તા. ૧૬/૦૪/૨૦૨૫ થી શરૂ થયેલ હોય અને અત્યાર સુધીમાં કુલ ૨૦૦૬૭ લોકોએ યોજનાનો લાભ મેળવેલ છે અને રકમ રૂ. ૧૩.૦૨ કરોડ ભરપાઈ કરી અને રકમ રૂ. ૦૧.૦૩ કરોડ વળતર પ્રાપ્ત કર્યું છે.
આ યોજનાન છેલ્લાં ૧૬ દિવસો જ બાકી હોય, તા. ૩૧/૦૫/૨૦૨૪ સુધી જ અમલમાં હોય, જામનગર શહેરીજનોને એડવાન્સ મિલકત વેરા અને પાણી ચાર્જ (નાણાકીય વર્ષ ૨૦૨૫- ૨૬) ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગ્રીન એન્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૫-૨૬ ના વર્ષ અગાઉ રહેણાંક મિલકતોમાં તથા બિન રહેણાંક મિલકતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યકિતગત ધોરણે ઈનસ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેક્સના ધોરણે ૫ ટકા ટેકસમાં વધારાનું રીબેટ આપવામાં આવશે.
આ અંગેની વધુ જાણકારી માટે મિલકત વેરા શાખા તથા વોટર વર્કસ શાખા તથા જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ ૫૨ સંપર્ક કરવાનો રહેશે. ૨૦૦૬ પહેલાની રેન્ટ બેઈઝ મુજબ બાકી મિલકત વેરા/ વોટર ચાર્જ પર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના અને ૨૦૦૬ પછીની કારપેટ બેઈઝ મુજબ બાકી મિલકત વેરા/ વોટર ચાર્જ પર ૩૩ ટકા વ્યાજ માફી યોજના ચાલુ હોય વ્યાજ માફી યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
મિલકત વેરા, વોટર ચાર્જ જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય (સરૂ સેકશન રોડ, રણજીતનગર તથા ગુલાબ નગર) સિટી સિવક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો-ઓપ. બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ, મોબાઈલ ટેકસ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટ તથા જામનગર મહાનગર પાલિકાની મોબાઈલ એપ્લીકેશન જેએમસી કનેક્ટ મારફત પણ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરા ભુગતાન પર વધારાનું ૨ ટકા (મહત્તમ રકમ રૂ.૨૫૦) વળતર મળવાપાત્ર હોય, ઓનલાઈન વેરા ભુગતાન કરવા પણ આસી. કમિશનર (ટેકસ) જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial