Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો હસ્તકની શાળાઓને ચોખ્ખી ચણક રાખવા માટે ખૂટતી રકમના ઉઘરાણાં?

ખુલીને કોઈ સામે આવતું નથી, પરંતુ અંદરખાને ચણભણાટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ શાળા સંકુલને ચોખ્ખી ચણક રાખવા માટે સ્વચ્છતા સંકુલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ સરકારની સહાય રકમ અપૂરતી હોવાથી શાળાને સ્વચ્છ રાખવા માટે કરવો પડતા ખર્ચની રકમ ખૂટે છે, જે પૂરતી રકમ શાળા સ્ટાફ પાસે ખંખેરવામાં આવતી હોવાની ફરિયાદો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાંથી ઊઠવા પામી છે, જો કે આ બાબતે ખુલ્લીને કોઈ વિરોધ કરતું નથી, પરંતુ અંદરખાને ચણભણાટ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા શાળા સંકુલની સફાઈ માટે ખાસ નાણા ચૂકવવામાં આવે છે, જેમાં ૧૦૦ વિદ્યાર્થી ધરાવતી શાળાને સફાઈ માટે પ્રતિમાસ ૧૦૦૦ રૂપિયા, ૩૦૦ વિદ્યાર્થીવાળી શાળાને રૂ. ૧૮૦૦, પ૦૦ વિદ્યાર્થીવાળી શાળાને ૪૦૦૦ અને પ૦૦ થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાને પ્રતિમાસ રૂ. પ૦૦૦ સફાઈ કામગીરી માટે ચૂકવવામાં આવે છે, પરંતુ આ રકમ ખૂબ જ ઓછી છે. વિશાળ શાળા સંકુલની આટલી મામુલી રકમમાં સફાઈ થઈ શકે નહીં.

બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન અથવા શાસનાધિકારી શાળાની મુલાકાતે આવે અને અપૂરતી ચોખાઈ નજરે પડે તો ઠપકો સાંભળવો પડે. આથી શિક્ષકો પોતાના ઘરના પૈસા નાખીને શાળાની સફાઈ કરાવે છે.

એવું પણ જાણવા મળે છે કે, શાળા સંકુલ ચોખ્ખી રાખવા ધાક-ધમકી પણ આપવામાં આવે છે અને જરૂર પડ્યે આકરા પગલાં લેવાની પણ ચિમકી આપે છે.

આમ ઉપરીઓની ગેરવ્યાજબી સૂચના અને ધમકીઓથી અમુક આચાર્ય, શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh