Advertisement
Author: નોબત સમાચાર

તિરંગા યાત્રાની સાથે સાથે...

                                                                                                                                                                                                      

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય મોવડી મંડળના દિશા નિર્દેશ મુજબ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે ભારતીય સેનાને બિરદાવવા અને દેશભાવનાને પ્રબળ બનાવવાના હેતુસર જામનગરમાં પણ ભાજપની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી.

- આ તિરંગા યાત્રા ભલે ભાજપ પ્રેરિત હતી, પણ તેમાં ભાજપના ઝંડા, કમળના નિશાન કે પક્ષના ખેસ નહીં ધારણ કરવાની સૂચનાનો કડકપણે અમલ કરાવ્યો હતો અને યાત્રા સંપૂર્ણપણે બીનરાજકીય રહી હતી.

- આ તિરંગા યાત્રામાં ભાજપના ચૂંટાયેલા નેતાઓમાં સાંસદ, ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં, જો કે સામાન્ય જનતામાંથી લોકો જુજ સંખ્યામાં સહભાગી થયા હતાં. હોમગાર્ડઝના બસ્સો જેટલા જવાનો તેમજ માજી સૈનિકો જોડાયા હોવાથી 'તિરંગા યાત્રા' વધુ ગરિમામય બની હતી.

- અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં પદયાત્રાના સ્વરૂપમાં તિરંગા યાત્રા નીકળી હતી. અમદાવાદમાં તો ખુદ મુખ્યમંત્રી તેમાં સાધુ-સંતો સાથે જોડાયા હતાં, જ્યારે જામનગરમાં ભાજપની સ્થાનિક નેતાગીરીએ યાત્રાનો રૂટ ખૂબ લાંબો નિર્ધારીત કરતા બાઈક રેલીના સ્વરૂપમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.

- આ તિરંગા યાત્રામાં ટુ-વ્હીલર વાહનો પર દેશના રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં, પણ નવાઈની વાત એ છે કે યાત્રામાં જોડાનારમાંથી એકમાત્ર સંસદસભ્ય પૂનમબેન માડમે હેલ્મેટ ધારણ કરી હતી. ઈવન હોમગાર્ડઝના જવાનો પણ હેલ્મેટ વગર ટુ-વ્હીલર ઉપર જોવા મળ્યા હતાં.

- આ તિરંગા યાત્રામાં જોડાયેલા કાર્યકરો અને હોમગાર્ડઝ જવાનોમાં જામનગરી સ્ટાઈલ મુજબ તમાકુ, માવા-મસાલા-પાનની કુટેવવાળા પણ ઘણાં હતાં, અને તિરંગા યાત્રાના ગૌરવ તથા સ્ટેટ્સને હાનિ પહોંચે તેવી રીતે ચાલુ બાઈકે રસ્તાઓ ઉપર માવા-મસાલા થૂંકતા, પાનની પિચકારીઓ મારતા પણ જોવા મળ્યા હતાં.

- ખેર...! ભાજપ પ્રેરિત તિરંગા યાત્રાએ શહેરમાં બન્ને વિધાનસભા મત વિસ્તારને આવરી લઈ ભારત માતા કી જય, વંદે માતરમ્ના જયઘોષ અને બુલંદ નારાઓથી સમગ્ર શહેરમાં દેશભક્તિનો અને સેના પ્રત્યેના આદરભાવનો માહોલ સર્જી દીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh