Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે માયાભાઈ આહિરના લોકડાયરાએ જમાવી રંગત
ખંભાળિયા તા. ૧૫: કેશોદ ગામે આવળ માતાજીના મંદિરે જિર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભાવિકો ઉમટ્યા હતાં.
ખંભાળિયા-પોરબંદર રોડ પર કેશોદ ગામ પાસે આવેલ પ્રાચીન તથા ચમત્કારિક ગણાતા ખૂબ જ જુના આવળ માતાજીના મંદિરે તાજેતરમાં જિર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
કેશોદ ગામ પાસે માઁ આવળધામમાં સમસ્ત કેશોદ ગામરિવાર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સવારે શાસ્ત્રીજી શ્રી કેતનભાઈ રાજ્યગુરુ (સતાપરવાળા) દ્વારા વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં હેમાદ્રી શ્રવણ, દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, નાંદીશ્રાધ મંડપ પ્રવેશ, ગૃહશાંતિ, વાસ્તુપૂજન, હોમ, જલયાત્રા જલાધીવાસ, નગર યાત્રા, સ્થાપન, મહાભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા તથા બલિદાન, ધ્વજારોહણ તથા અન્ય વિધિ યોજાઈ હતી.
મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિ
કેશોદનો આવળ માતાજીના મંદિરે યોજાયેલ આ કાર્યક્રમમાં ખાસ આશીર્વચનો આપવા જૂનાગઢ ચાપરડાના સંત તથા ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ તથા પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂ. શ્રી મુક્તાનંદ બાપુ ખાસ આવ્યા હતાં તથા કાર્યક્રમોમાં જોડાયા હતાં. જેમની સાથે ફૂલેલિયા હનુમાનના ભાસ્કરાનંદ બાપુ તથા અન્ય સંતો પણ જોડાયા હતાં.
લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા જિર્ણોદ્ધારના કાર્યક્રમોમાં સવારે તથા સાંજે મહાપ્રસાદ સાથે રાત્રે જાણીતા કલાકારો માયાભાઈ આહિર, તૃપ્તિબેન ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રી તથા રઘુરામ બાપુ દૂધરેજિયાના સાંજીદા ગ્રુપનો ભવ્ય લોકડાયરો મોડી રાત્રિ સુધી ચાલ્યો હતો. સેવા કાર્યમાં ડાયરામાં લોકોએ રૂપિયાની નોટોનો વરસાદ કરીને આખું સ્ટેજ નોટોથી છલકાવી દીધું હતું તથા વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો, ગ્રામજનો જોડાયા હતાં. ગામના સરપંચ રંજનબેન આહિર તથા અગ્રણી કશ્યપભાઈ ડેર તથા આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial