Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સરલાબેન મજીઠિયા (ઉ.વ.૬૫) તે કિશોરચંદ્ર ગીરધરલાલ મજીઠિયાના પત્ની, રમેશચંદ્રના ભાભી, ભાવિન, કૌશિકના માતા, બીના, ઈશીતાના સાસુ ધવિતના દાદી, કાંતિલાલ ગીરધરલાલ તન્નાના પુત્રીનું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૭ને શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવેલ છે.
રાજકોટઃ (મૂળ જામનગર) કાંતિલાલ ઓધવજી લાખાણી (ઉ.વ.૭૫) તે સ્વ. મુળજી ઓધવજી લાખાણી (દહીંવાળા)ના ભાઈ, કૃપાલીબેન નિશીતકુમાર ચંદારાણા (રાજકોટ)ના પિતાનું તા. ૧૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯ના સાંજે ૫ થી ૬ દરમ્યાન તુલસેશ્વર મહાદેવ મંદિર, ગુણાતીતનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટમાં રાખવામાં આવ્યું છે. સસરાપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
જામનગરઃ (હાલ અમદાવાદ) રસીકભાઈ પિતાંબરભાઈ ભાયાણી તે રમાબેનના પતિ, વિશાલભાઈ, પ્રિતિબેન કેતુલકુમાર (નૈરોબી)ના પિતા, ખુશ, પરમના દાદા, કરશનદાસ વેલજીભાઈ દત્તાણી (જામખંભાળીયા)ના જમાઈનું તા. ૧૬-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગણનું બેસણું તા. ૧૭-૧-૨૬ના સાંજે ૪ થી ૫ દરમ્યાન દેવદર્શન એપાર્ટમેન્ટ, કોમન એરિયા, આઈઓસી પેટ્રોલપંપ સામે, બોપલ મેઈન રોડ, અમદાવાદમાં રાખેલ છે.
વાડીનારઃ શાંતિલાલ ગોકલદાસ રાજાણીના પુત્ર રાજન (ઉ.વ.૪૨) તે પ્રશાંત શાંતિલાલ રાજાણી, કલ્પના મનિષ કોટેચાના ભાઈનું તા. ૧૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ના શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન સુખનાથ મહાદેવ મંદિર, સિક્કામાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ વિજય બ્રાસવારા ગો૫ાલદાસ ભાણજી જટણિયાના પત્ની નર્મદાબેન (ઉ.વ. ૭૦), તે અલ્પાબેન જયેશભાઈ ખગ્રામ, વૈશાલીબેન અક્ષયભાઈ રાયઠઠ્ઠા, તેજલ કલ્પેશભાઈ મશરૂના માતુશ્રી તથા સ્વ. હેમરાજભાઈ, સ્વ. વલ્લભભાઈ, નટુભાઈ, રમણીકભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, તુલસીદાસભાઈના ભાભી તથા અલ્પેશભાઈ, ઉમેશભાઈ, હિતેશભાઈ, મનીષભાઈ, હિરેનભાઈ, ધર્મેન્દ્રભાઈ, નિર્મલભાઈ, રવિભાઈના કાકી તથા સ્વ. ગિરધરલાલ મોનજી શિંગાળાના પુત્રી તા. ૧૬-૧-ર૦ર૬ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭-૧-ર૦ર૬, શનિવારના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.