Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ ધરાવતી સંસ્થાઓ ૩૦-મી મે સુધી કરી શકશે ઓનલાઈન અરજી
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. આ માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં 'જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ' શરુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબ્બકામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (ડીએલએસસી) શરુ કરવા માટે જામનગર જિલ્લાની રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે 'જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ મુજબ યુજીસી માન્ય યુનિવર્સીટી અથવા યુજીસી માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ માટે રમતના મેદાનો માટે ઓછામાં ઓછી પ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટ છાટ આપી શકાશે. તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સીટી ને અગ્રતા આપવામાં આવશે.
તદ્પરાંત ઓછામાં ઓછી ૨૦૦ વિદ્યાર્થીઓ / વિધાર્થિનીઓ માટે હોસ્ટેલ સુવિધા, પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે. 'જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (ડીએલએસસી)' અંગે જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial