Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ બેડી ગ્રુપના બંદરોમાં જામનગર, દ્વારકા, નવલખીના બંદરોનો સમાવેશ છે. બેડી ગ્રુપ ઓફપોર્ટસના બંદરો ઉપર કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી તેવો જવાબ સત્તાવાર રીતે ખુદ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.
જામનગરની ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સભ્ય નીતિનભાઈ માડમે જીએમબીના બંદર વિભાગના માહિતી અધિકારી પાસે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ વિવિધ મુદ્દાઓ અંગે માહિતી માંગી હતી.
જેમાં બંદરો ઉપર હાલ કાર્યરત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની જવાબદારી સોંપાઈ હોય તો એજન્સી/કર્મચારીઓની વિગત, તેની ફરજ, શરતોની યાદી માંગવામાં આવી હતી.
નીતિનભાઈ માડમને ગુજરાત મેરીટાઈમ બોર્ડના માહિતી અધિકારીએ લેખિતમાં સત્તાવાર જવાબ આપ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર બેડી ગ્રુપ ઓફ પોર્ટસ હેઠળના બંદરો ઉપર હાલ કોઈ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત નથી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામ માટે કોઈ એજન્સી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી નથી. આ જવાબથી અનેક સવાલો પેદા થયા હોવાનું નીતિનભાઈ માડમે જણાવ્યું છે. આ બંદરો ઉપર કાર્ગો હેન્ડલીંગ વખતે જે કચરો સર્જાય છે તથા ટનબંધ કચરાનો નિકાલ કેવી રીતે થાય છે? આ કચરાના જંગી જથ્થાને મેનેજ કોણ કરે છે? વર્ષોથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ/સુએઝ ટ્રીટમેન્ટ પલાન્ટની વ્યવસ્થા ન હોય તો બંદરો ઉપર કચરાના ગંજ ખડકાય જાય. આ કચરો કોણ લઈ જાય છે? આ વ્યવસ્થા અધિકૃત છે? તેમજ અન્ય ગંદકી અને કચરાનો નિકાલ દરિયાના પાણીમાં થતો હોવાની પણ અશંકા છે. આ તમામ બાબત તપાસનો વિષય બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial