Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-મદુરાઈ સ્પે. ટ્રેનમાં હાપાનો સમાવેશ કેમ નથી ?
જામનગર તા. ૨૯: જામનગરમાં રેલવે બાબુઓ દ્વારા ઊભી કરાયેલી આંટીઘુટીનો ઉકેલ લાવવાની જરૂર છે. અમુક ટ્રેન હાપા સુધી જ આવે છે તેને જામનગર સુધી લંબાવવી જોઈએ. શ્રીમાતા વૈષ્ણોદેવી (કટરા) સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનની બે ટ્રેનની સુવિધા છે. જેમાં સોમવારે હાપા સુધી આવીને આ ટ્રેન મંગળવારે હાપાથી રવાના થાય છે. પરંતુ મંગળવારે જામનગર સુધી આવે અને બુધવારે જામનગરથી જ વૈષ્ણોદેવી માટે આ ટ્રેન રવાના થાય છે.
વર્ષોથી આ મુજબ જ ટ્રેન આવન-જાવન કરે છે. અનેક સરકાર અને નેતાઓ બદલાયા પરંતુ આ ટ્રેનમાં કોઈ ફેરફાર કરાયો નહીં. શા માટે હાપાન સુધી જ ટ્રેનને લાવવામાં આવે છે ? જામનગર કેમ નહી ? કે જામનગર એ મુજબ રેલવે સ્ટેશન છે આથી વૈષ્ણોદેવી વાળી બંને ટ્રેનો જામનગરમાંથી જ આવન-જાવન થાય તેવું આયોજન જરૂરી છે. આ ઉપરાંત ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ રહી છે તેમાં ઓખા-મદુરાઈ ટ્રેનનો પણ સમાવેશ થાય છે જે ટ્રેનનો હાપા સ્ટોપ નથી.
આ અંગે જામનગર રીજીયોનલ પેસેન્જર એસોસિએશનના માનદ મંત્રી ચંદ્રવદન પંડયાએ રેલવેતંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial