Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણીનું આયોજન

તા. ૧ ડિસેમ્બરના ગીતા જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૮: શહેરના ટાઉનહોલમાં તા.૧લી ડિસેમ્બરના ગીતા જયંતીના પાવન અવસરે જિલ્લા સ્તરીય *ગીતા મહોત્સવ* ની ભવ્ય ઉજવણી કરાશે.

આ જિલ્લા સ્તરીય કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ તંત્ર શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઇ.જિલ્લા શિક્ષણાધિકારી  ડી.ડી.ભેંસદડિયાના અધ્યક્ષ સ્થાને સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નિર્દેશો મુજબ જિલ્લા કક્ષાનો આ મહોત્સવ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ પણ બની રહેશે. ગીતા જ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતી સંસ્કૃતિ પ્રદર્શનીનું પણ કાર્યક્રમ સ્થળ પર યોજવામાં આવશે.ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન પણ યોજાશે.સાથે જ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભદ્દ્ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, શ્રીમદ્ ભગવત ગીતા ગ્રંથને યુનેસ્કો દ્વારા  વિશ્વ સ્મૃતિ નોંધણી યાદીમાં સ્થાન પામ્યો છે. જે ભારતની જ્ઞાન વારસાની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ તેજસ્વી બનાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh