Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫ જુલાઈથી નવા નિયમોની તૈયારી
નવી દિલ્હી તા. ૨૬: મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે ૧૫ જુલાઈ ૨૦૨૫થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. જો કે આ મુદ્ે સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ પગલું ટુ-વ્હિલરને પણ ફાસ્ટ ટેગ દ્વારા ડિજિટલ ટોલ કલેકશન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે.
હાલ દેશમાં તમામ હાઈવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુકિત છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને ફાસ્ટ ટેગ ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી, પરંતુ તેમાં હવે ફેર વિચારણા થઈ હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial