Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, સ્કૂટર, છરી કબજે કરાયાઃ
જામનગર તા. ૨૬: જામનગરના સરૂ સેક્શન રોડ પર રિક્ષામાંથી મુસાફરને ઉતારીને લૂંટી લેનાર બે શખ્સને પોલીસે દબોચી લીધા છે. એક સ્કૂટર, રોકડ, છરી કબજે કરવામાં આવ્યા છે. આ શખ્સો આવી જ રીતે લૂંટ ચલાવવાની આદત ધરાવતા હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે. બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.
જામનગરના રેલવે સ્ટેશન પર ગઈ તા.૧૭ની રાત્રે એક ટ્રેનમાંથી ઉતરીને પોતાના ઘર તરફ જઈ રહેલા એક આસામીએ રિક્ષા બાંધી હતી. જેમાં તેઓ બેસીને સરૂ સેક્શન રોડ પરથી પસાર થતાં હતા ત્યારે એક એક્ટિવા સ્કૂટર ધસી આવ્યંુ હતું. તેના પર રહેલા બે શખ્સે છરી બતાવી આ આસામીને રિક્ષામાંથી ઉતાર્યા પછી સ્કૂટરમાં બેસાડી અપહરણ કર્યા પછી પાકીટમાં રહેલા રૂ.૭૦૦ રોકડા લૂંટી લીધા હતા અને રૂ.૯ હજાર એટીએમ કાર્ડથી ઉપડાવી લીધા હતા.
ત્યારપછી આ આસામીને સાથળમાં છરી મારી છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસમાં તેની ફરિયાદ કરાતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના રાજેશ વેગડ, દશરથસિંહ, ક્રિપાલસિંહ, સંજય પરમાર, જયદીપસિંહ, કલ્પેશ અઘારા, સાજીદ બેલીમ, ધર્મેન્દ્રસિંહ, પ્રહલાદસિંહ, વિપુલભાઈએ તપાસ શરૂ કરી હતી.
બનાવના સ્થળ પર રહેલા કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી સ્ટાફના જયદીપસિંહ, ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે નવાગામ ઘેડમાં મધુરમ સોસાયટીમાં રહેતા રાજવીર હેમતભાઈ મારકણા ઉર્ફે રાજ પટેલ તથા માટેલ ચોકમાં રહેતા શબ્બીર ગફાર સંઘાર ઉર્ફે બેબો નામના શખ્સોને દબોચી લેવાયા છે.
આ શખ્સો પાસેથી રૂ.૮૩૨૦ રોકડા, એક છરી તથા એક્સેસ સ્કૂટર કબજે કરવામાં આવ્યું છે. આ શખ્સો રાત્રિના સમયે કોઈ એકલદોકલ વ્યક્તિ બાઈકમાં કે ચાલીને જતી હોય તેઓને સાથે બાઈક અથડાવી ઝઘડો કર્યા પછી છરી બતાવી માર મારવા ઉપરાંત પૈસા તથા કિંમતી સામાન લૂંટી લેવાની આદત ધરાવે છે. બંને શખ્સની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે. આ શખ્સો સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ પછી દારૂબંધી ભંગ સહિતના નવ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial