Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપસ્થિત અગ્રણીઓએ કરી રજૂઆતોઃ
સલાયા તા.૧૬ ઃ સલાયામાં પોલીસ દ્વારા ગઈકાલે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.
સલાયામાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા લોહાણા મહાજનવાડીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ પી.સી. સીંગરખીયા તથા એસઓજી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
લોકદરબારમાં વેપારીઓ, વહાણવટીઓ, માછીમારો સહિતના લોકો જોડાયા હતા. પીઆઈ દ્વારા વ્યાજના ઉંચા દરે નાણા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ અંગે તેમજ અન્ય કોઈપણ ફરિયાદ હોય તો જણાવવામાં આવ્યું હતું. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવા ખાતરી આપવામાં આવી હતી. આ બેઠકમાં સલાયા વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ લાલ, ભાજપના પ્રભારી પરેશભાઈ કાનાણી, ભડાલા જમાતના ગફારભાઈ કેર, સુન્ની મુસ્લિમ જમાતના સલીમભાઈ તથા વહાણવટી અગ્રણી તબરેજભાઈ, સુલતાનભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag