Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરે સૂચવ્યા પછી ફૂડ શાખાના અધિકારીઓનું ચેકીંગ
જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકાના કામિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા શહેરમાં ર૬ હોટલ, રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જરૃરી સૂચના આપી હતી. ફૂડ વિભાગના અધિકારીઓની ટુકડી દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી તમામને સ્વચ્છતા જાળવવા, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ નહી કરવા, સાફ- એકસપાયરી ડેઈટ મેન્ટેન્ટ કરવા, તાકિદ કરવામાં આવી હતી. જેમાં જી.જી. હોસ્પિટલ સામેના વિસ્તારની દુકાનો આશાપુરા ટી સ્ટોલ, શિવજી હોટલ, ક્રિષ્ના જયુસ-ફાસ્ટફૂડ, રાજ ટી સ્ટોલ, મુકેશ ટી સ્ટોલ, સુરેશ પરોઠા હાઉસ, અને ભૂતનાથ વડાપાંઉ, જલારામ રેસ્ટોરન્ટ, દિપક જ્યુસ, જગદિશ પરોઠા, ભીમનાથ ફરસાણ, સૂયોદય ફરસાણ અને જયોતિપાન નવાગામ (ઘેડ)માં ભાગ્યલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, હિંમત ડેરી તથા વિનય સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ, પંચેશ્વર ટાવર વિસ્તારમાં રવરાઈ ડેરી તેમજ કલ્યાણી ડેરી, ખંભાળીયાનાકા વિસ્તારમાં અંબિકા ડેરી, સદગુરૃ ડેરી, તેમજ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં એચ.જે.વ્યાસ મીઠાઈવાળા, જામ વિજય ફરસાણ, શીખંડ સમ્રાટ મીઠાઈવાળા, નવલભાઈ મીઠાઈવાળા, ત્રવાડી મીઠાઈવાળા અને કંદોઈ ત્રિકમ બેચરનો સમાવેશ થાય છે.
સેલટર હાઉસના મીટ-ચિકન શોપની ર,૩ પેઢી પૈકી ૧પ આસામીઓ હાજર રહેતા આસામીઓ સામે કેઈસની એડી. કલેકટર સમક્ષ સુનવણી થઈ હતી. આ ઉપરાંત ઓનલાઈન, ઓફલાઈન મળેલ ફરિયાદનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી નિભાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag