Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપિયા પંચાવન હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસઃ
જામનગર તા.૧૬ ઃ જામનગરના દરેડ જીઆઈડીસી, ગોકુલનગર જકાતનાકા, પડાણા ગામમાંથી પોલીસે પચ્ચીસ શખ્સને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે. જ્યારે સાધનાકોલોની પાસેથી ત્રણ શખ્સ એકીબેકી બોલતા ઝડપાયા છે. રૃપિયા અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ પાંચેય દરોડામાં ઝબ્બે થયો છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ થ્રી પાસે આવેલા મામાદેવના મંદિર પાસે શનિવારે બપોરે જાહેરમાં એકઠા થઈ કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પંચકોશી-બી ડિવિઝનના ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ, મયુરસિંહને મળતા પીએસઆઈ એમ.એ. મોરીના વડપણ હેઠળ પોલીસે દરોડો પાડતા ત્યાંથી મુકેશ માતાપ્રસાદ જાટવ, કૌશિક દેશરાજ સાકિયા, બિરેન્દ્ર રાજુભાઈ સાકિયા, પ્રમોદ ગજાધર જાટવ, રાજકુમાર દોલતસિંગ પરિહાર નામના પાંચ પરપ્રાંતીય શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૃા. ૧૦,૫૬૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.
દરેડમાં જ આવેલા જીઆઇડીસી ફેસ-ર પાસે શનિવારની બપોરે તીનપતી રમતા છોટુ નન્હેભાઈ આદિવાસી, અનિલસિંઘ જગદીશસિંઘ ગૌડ, સત્યમ પરશરામ પટેલ, રામેશ્વર હરિભાઈ રેકવાર, ભગવાનસિંઘ સોનેસિંગ ઠાકોર તથા નિખિલ ગૌરીશંકર કડેરા નામના છ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૧૧,૫૮૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામ પાસે શિવપુરા વિસ્તારમાં મકરસંક્રાંતિની સાંજે જાહેરમાં તીનપતી રમતા પરબતભાઈ દેવશીભાઈ પરમાર, ભાવેશ રૃડાભાઈ પરમાર, કાનાભાઈ પાલાભાઈ ચાવડા ઉર્ફે કિરીટ, વિજય ભીખાભાઈ રાઠોડ, અરજણભાઈ ભીખાભાઈ આંબલીયા, મનસુખભાઈ રાજાભાઈ બથવાર નામના છને પોલીસે દરોડો પાડીને પકડી પાડ્યા હતા. પટમાંથી ગંજીપાના થતા રૃા.૧૧,૩૩૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તાર નજીક આવેલા ઉદ્યોગ નગર પાસે એસ.સી.એન. ફાઈવસ્ટાર બ્રાસ નામના કારખાના પાસે શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ગુડ્ડુ આલમ તોહીદઅલી સૈયદ, મુસ્તકીમ સાદિક શેખ, મોતીન સમીન શેખ, સઈમત બલીભાઈ શેખ, મોહમ્મદ જીયા ઉલ નેમુદીન હક, ઉંમરરાય યાસીમ રાઈ, કાદિર મોહસીન અન્સારી, સાજીકુલ નવરોઝ રાય નામના આઠ શખ્સને પોલીસે રૃા.૨૧,૭૭૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે બપોરે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા નલીન વિઠ્ઠલદાસ જોષી, સાદીક હુસેન બ્લોચ અને નિલેશ રતિલાલ વશીયર નામના ત્રણ શખ્સને પોલીસે રૃા.૩૨૬૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag