Advertisement
Author: નોબત સમાચાર

ભારતની ૪૦% સંપત્તિ પર કુલ વસતિના ૧% ધનિકોનો કબજોઃ અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધી

અમીરો પર થોડો વધુ ટેક્સ લગાવીને અસમાનતા ઘટાડવા સાથે અનેક મૂળભૂત સેવા-સુવિધા આપી શકાયઃ ઓક્સફેમનો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૬ઃ ઓક્સ્ફેમ ઈન્ટરનેશનલના અસમાનતા અંગેના રિપોર્ટ મુજબ ભારતના ૧ ટકા ધનિકો પાસે દેશની ૪૦ ટકા સંપત્તિ છે, અને અસમાનતાનું અંતર વધ્યું છે. અસમાનતા પર ઓક્સફેમ રિપોર્ટ મુજબ નવેમ્બર ર૦રર સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંપત્તિમાં ૧ર૧ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, જ્યારથી કોરોના રોગચાળો શરૃ થયો ત્યારથી નવેમ્બર ર૦રર સુધી ભારતમાં અબજો પતિઓની સંપત્તિમાં દરરોજ ૩,૬૦૮ કરોડ રૃપિયાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ ધનિકો પર થોડોક વધુ ટેક્સ લગાવીને દેશની અનેક મૂળભૂત સેવા-સુવિધાઓ વધારી શકાય છે.

ઓક્સફેમે તેના નવા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાં સૌથી ધનિક એક ટકા લકો પાસે હવે દેશની કુલ સંપત્તિના ૪૦ ટકાથી વધુ છે. જ્યારે વસતિના અડધા લોકો પાસે કુલ સંપત્તિના માત્ર ૩ ટકા છે. ભારતના સંદર્ભમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક મિટિંગના પ્રથમ દિવસે દાવોસમાં તેનો વાર્ષિક અસમાનતા અહેવાલ બહાર પાડ્યો હતો.

આ રિપોર્ટ પરથી એ પણ વધુ સ્પષ્ટ દેખાય છે કે દેશની મોટાભાગની સંપત્તિ અહીંના અમીરો પાસે છે એટલે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ ગઈ છે.

ઓક્સફેમ ઈન્ટરનેશનલ દ્વારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન ઓક્સફેમ ઈન્ટરનેશનલે રજૂ કરેલા આ રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના ૧૦ સૌથી ધનિક લોકો પર પાંચ ટકાના દરે ટેક્સ નાંખવામાં આવે છે, તો આ સમગ્ર પૈસાથી દેશના તમામ બાળકોને શિક્ષિત કરી શકાય, શાળામાં પાછા મોકલી શકાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની સંપત્તિ ૬૬૦ બિલિયન ડોલર (લગભગ પ૪ લાખ ૧ર હજાર કરોડ રૃપિયા) ને પાર કરી ગઈ છે. આ રકમથી ભારતનું આખું બજેટ ૧૮ મહિના સુધી ચલાવી શકાય છે. વિશ્લેષણ અનુસાર જો ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ પર માત્ર ર ટકા ટેક્સ લગાવવામાં આવે તો તે આગામી ૩ વર્ષ સધી કુપોષિત બાળકોની તમામ જરૃરિયાતો પૂરી કરી શકે છે.

અહેવાલમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે કે, જો ભારતના અબજોપતિઓ પર તેમની સંપૂર્ણ સંપત્તિ પર ર ટકાના દરે એક વખત ટેક્સ લગાવવામાં આવે તો આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં ઘટાડો થશે. પોષણ માટે ૪૦,૪ર૩ કરોડ રૃપિયા એકત્ર કરી શકાય છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ર૦રર-ર૩ માટે દેશના ૧૦ સૌથી ધનાઢય અબજોપતિઓ (રૃા. ૧.૩૭ લાખ કરોડ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (રૃા. ૮૬,ર૦૦ કરોડ) અને આયુષ મંત્રાલય પર પાંચ ટકાનો વન-ટાઈમ ટેક્સ (રૃા. ૩,૦પ૦ કરોડ) અંદાજિત ફંડ કરતા ૧.પ ગણું ગધુ છે.

ઓક્સફેમે કહ્યું કે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા ર૦ર૦ માં ૧૦ર થી થી વધીને ર૦રર માં ૧૬૬ થઈ ગઈ છે. કમાણીના સંદર્ભમાં લિંગ અસમાનતા પરનો અહેવાલ જણાવે છે કે સ્ત્રી કામદારને પુરુષ કામદાર દ્વારા કમાતા પ્રત્યેક રૃપિયા ૧ માટે માત્ર ૬૩ પૈસા મળે છે. અનુસૂચિત જાતિ અને ગ્રામીણ કામદારો માટે આ તફાવત વધુ છે. એક્સફેમે જણાવ્યું હતું કે, ભારતમાં અસમાનતાની અસરને સુનિશ્ચિત કરવા માટે આ રિપોર્ટ ગુણાત્મક અને માત્રાત્મક માહિતીનું મિશ્રણ છે. ઓક્સફેમે એમ પણ કહ્યું છે કે, કોરોના રોગચાળો શરૃ થયો ત્યારથી નવેમ્બર ર૦રર સુધી ભારતમાં અબજોપતિઓની સંપત્તિમાં વાસ્તવિક રીતે ૧ર૧ ટકા અથવા પ્રતિદિન રૃા. ૩,૬૦૮ કરોડનો વધારો થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh