Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત સમગ્ર હાલારમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી

ગૌમાતાને ઘાસચારો, દાનપુણ્યઃ દિવસભર પંગો ચગ્યાઃ ઉંધિયા સહિત ખાણીપીણીની મોજ માણી

જામનગર સહિત સમગ્ર હાલારમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા થોડા વરસોથી જામનગર શહેરમાં અન્ય મોટા શહેરોની જેમપવન અનુકૂળ હોવાથી પતંગો ચટાવવાનું ચલણ વધી જવા પામ્યું છે.

મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શહેરની બજારો, મુખ્ય માર્ગો પર પતંગ, દોરા, ફીરકી, માસ્ક, ચશ્મા, પીપુડા વગેરેનું ધૂમવેંચાણ થયું હતું. આ ઉપરાંત મમરા-તલના લાડુ, શેરડી-ગંડેરી, જીંજરા, બોર, ચીકી વગેરેની પણ લોકોએ મોટા પાયે ખરીદી કરતા બે દિવસ સુધી બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી અને બજારોમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. કડકડતી ઠંડીમાં પણ મકરસંક્રાંતિની આગામી રાત્રે લોકો મોડી રાત્રિ સુધી ખરીદી કરતા જોવા મળ્યા હતાં.

મકરસંક્રાંતિના દિવસે સવારથી જ ધર્મપ્રેમી અને ગૌભક્તોએ ગૌમાતાને ઘાસચારો નિરવાની સેવા કરી હતી. આ ઉપરાંત મંદિરોમાં દર્શન-પૂજા કરી ભિક્ષુકોને દાન-દક્ષિણા આપ્યા હતાં.

આ ઉપરાંત સવારથી જ ગાંઠિયા-જેલેબી ઉપરાંત ખાસ કરીને બપોરના ભોજન માટે ઉંધિયાની ખૂબ જ ખરીદી થઈ હતી. ઠેર-ઠેર રજવાડી ઉંધિયાના બોર્ડ લગાવી વેંચાણ કેન્દ્રો ખૂલ્યા હતાં.

મકરસંક્રાંતિના દિવસે સવારથી જ બાળકો અને પરિવાર સાથે પતંગ રસિયાઓ પોતાના મકાનના ધાબા કે એપાર્ટમેન્ટની અગાસી ઉપર પતંગ-દોરા-નાસ્તો વગેરે લઈને પહોંચી ગયા હતાં અને મોડી સાંજ સુધી પતંગો ચગાવવાનો આનંદ મનભરીને માણ્યો હતો.

અનેક એપાર્ટમેન્ટ-સોસાયટીઓમાં બપોરે સમૂહ ભોજન-ઉંધિયા ભોજનના કાર્યક્રમો યોજાયા હતાં, તો અનેક અગાસીઓમાં મોટા મોટા સ્પીકરો સાથે મ્યુઝિક-ગીત-સંગીતનો જલસો પણ ગોઠવાયો હતો.

આ વરસે પણ પવન ખૂબ જ અનુકૂળ હોવાથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની અને પેચ લગાવવાની મજા આવી ગઈ હતી. કાઈપો... છે ના અવાજો, કીકીયારી સાથે પતંગો ચગાવવાનો આનંદ માણ્યો હતો.

પતંગ ચગાવ્યા પછી સાંજથી મોડી રાત્રિ સુધી શહેરની ખાણી-પીણીની રેંકડીઓ, રેસ્ટોરન્ટો, હોટલો તેમજ આસપાસના રિસોર્ટ, ધાબા ઉપર લોકો ઉમટી પડ્યા હતાં અને પરિવાર-મિત્રો સાથે ખાણીપીણીની પણ મોજ માણી હતી.

આ વરસે મકરસંક્રાંતિનો દિવસ શનિવારે હોવાથી અને બીજા દિવસે રવિવારની રજા હોવાથી તમામવર્ગના લોકોએ બબ્બે દિવસ સુધી આ પર્વનો આનંદ માણ્યો હતો.

જો કે બજારમાં જે રીતે પતંગ-દોરાના વેંચાણ માટેના સ્ટોલ-દુકાનો સજાવાયા હતાં, અને જે રીતે પતંગોની ખરીદી થઈ હતી, તેના પ્રમાણમાં ૧૪ મી તારીખે જામનગરના આકાશમાં પતંગો ધારણા કરતા ઓછા જોવા મળ્યા હતાં.

(તસ્વીરઃ નિર્મલ કારિયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh