Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી અ.સૌ. ભારતીબેન (ઉ.વ. ૭૦), તે હેમંતભાઈ કાનજીભાઈ પટેલ (ખટીયાવાળા) ના ધર્મપત્ની, તે હીનાબેન પારસભાઈ ટોલીયા (બેંગલુરૂ), ડો. પ્રશાંતભાઈ (યુએસએ) તથા ડો. વિશ્વાબેન ચિરાગભાઈ શેઠ (યુએસએ)ના માતુશ્રી, ડો. નિરાલીબેનના સાસુ, સરલાબેન તથા સ્વ. મનસુખભાઈ ઝીણાભાઈ ટોલીયાના પુત્રી, રેખાબેન સંઘવી (અમદાવાદ), નિલેશભાઈ તથા સંજયભાઈ ટોલીયાના બહેન, ગંગદાસભાઈ, પ્રવિણભાઈ, નારણભાઈ તથા પ્રતાપભાઈ પટેલના ભાભી તા. ૧૩-૪-ર૦ર૬ ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૪-ર૦ર૬ ના ગુરૂવારના સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વાગ્યે લેઉવા પટેલ સમાજ (એ/સી હોલ), પ્રથમ માળે, રણજીતનગર, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬-૪-ર૦ર૬ ના સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજમાં જ રાખવામાં આવી છે.
ઉંમરગામ નિવાસી (મૂળ જામજોધપુર) કૌશીકભાઈ (ઉ.વ.૫૨) તે સ્વ. પ્રાણલાલ લીલાધરભાઈ દોશીના પૌત્ર, મુગટભાઈ તથા દમયંતીબેનના પુત્ર, સોનલબેનના પતિ, પ્રીતિ, રીકીનના ભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, પુષ્પાબેન, મીનાબેન, છાયાબેનના ભત્રીજા, હેતલબેનના જેઠ, રસીકલાલ માણેકલાલ ફોફરીયા (પોરબંદર) ના જમાઈ, મિતેષભાઈ, ભાવીનભાઈ, સંદીપભાઈ, અલ્પાબેનના બનેવી, તનીષા, પર્વના મોટા પપ્પા તા. ૧૩-૪ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૪ના સાંજે ૪ વાગ્યે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીયાનો ડેલો, ચાંદીબજાર, જામનગરમાં તથા પ્રાર્થનાસભા સાંજે ૪:૩૦ વાગ્યે અમૃતવાડી, નાગનાથ ગેઈટ, તંબાલી માર્કેટ સામે, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ પ્રતાપભાઈ જીવાલાલ ધામેચા (ધામેચા ટેલર્સ), તે નિશીથ, સચિન, સ્વાતિના પિતા, આરતી, સીમા, હિતેશકુમાર મકવાણાના સસરા, ધ્રુમિન, મોક્ષ, શિવાંશના દાદા, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. ઈશ્વરભાઈ, મહેન્દ્રભાઈ, અશોકભાઈ, સુશીલાબેન વ્રજલાલ ટંકારીયા, ચંદ્રીકાબેન દીપકકુમાર ગોહિલના ભાઈનું તા. ૧૦-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩-૪ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી (મૂળ બગથળા) સ્વ. જયંતિભાઈ જગજીવન મહેતાના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૯૪), તે માળિયા મિયાણા નિવાસી સ્વ. ચંદુલાલ મગનલાલ મહેતાના પુત્રી, જયેશભાઈ, દિપ્તીબેન મનોજભાઈ મોદીના માતા, જ્યોતિબેન જયેશભાઈ મહેતા, મનોજભાઈ મોદી (વડોદરા) ના સાસુ, જિગર, પલક, સમ્યક શાહના દાદી, મનાલી, જિગર મહેતાના દાદીજી સાસુનું તા. ૧૦-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પ્રાર્થનાસભા તા. ૧૩ને સોમવારે સવારે ૧૦ વાગ્યે કામદાર વાડી, પી.એન.માર્ગ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી ભાવસાર રમણીકભાઈ જીવરાજભાઈ મલસાતરના પત્ની રેણુકાબેન રમણીકભાઈ મલસાતર (ઉ.વ.૭૦) તા. ૧૦-૪-૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે શૈલેષભાઈના ભાભી, સુનીલભાઈ, ભાવિનભાઈ, મેહુલભાઈના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦-૪ શુક્રવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ભૂપતગીરી મોતીગીરી ગોસાઈ (નિવૃત્ત કર્મચારી જે.એમ.સી.) ના પત્ની સરોજબેન તે નિશાંતગીરી, કેતનગીરીના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે પ થી ૫:૩૦ દરમ્યાન જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી ગોદાવરીબેન જીવણલાલ ટંકારીયા (ઉ.વ.૯૫) તે જેન્તીભાઈ, હિતેશભાઈ, જીતુભાઈના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૧૦-૪ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી સ્વ. મનસુખભાઈ પ્રાગજીભાઈ રૂપાપરા (ભાવસાર) (સુંદરકાન્ત લોન્ડ્રીવાળા)ના પત્ની ગં.સ્વ. વિજયાબેન મનસુખભાઈ રૂપાપરા (ઉ.વ.૭૬) તા. ૮-૪-૨૦૨૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તે પરેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, (સુંદરકાન્ત લોન્ડ્રી ગ્રુપ)ના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.