Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના નાનાવાસમાં માછીમારને અપાઈ ધમકીઃ
જામનગર તા.૧૬ ઃ જોડિયાના નાનાવાસમાં એક માછીમારને ગાળો ભાંડી ધમકી અપાઈ હતી. જ્યારે સિદ્ધાર્થનગરમાં એક યુવાન પર બે શખ્સે હુમલો કર્યાે હતો. સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.
જોડિયાના નાનાવાસમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતાં સતારભાઈ અલારખાભાઈ સુમારીયા નામના યુવાનને શુક્રવારે ત્યાં જ રહેતા ફરીદ નૂરમહંમદ પરમલ નામના શખ્સે ગાળો ભાંડી હતી. આ વેળાએ વચ્ચે પડનાર વ્યક્તિઓને પણ ફરીદે ગાળો ભાંડ્યા પછી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના ખેતીવાડી ફાર્મ નજીકના સિદ્ધાર્થનગરની શેરી નં.૪માં રહેતા દિલીપ જગદીશભાઈ બગડાને થોડા દિવસ પહેલા કાનજી ધનજી પરમાર ઉર્ફે ભયા સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી શનિવારે સાંજે વામ્બે આવાસ પાસે દિલીપને રોકી કાનજીએ ગાળો ભાંડતા તેમ નહીં કરવાનું દિલીપે કહેતા તેને ઢીકાપાટુ તથા બોટલ વડે કાનજી તથા સનીયા રાવલ નામના બે શખ્સે માર માર્યાે હતો અને સનીયાએ ગાલ પર છરીથી ઈજા પહોંચાડી હતી.
આ ફરિયાદની સામે કાનજી ધનજી પરમારે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તે એક દુકાન પાસે પતંગ ઉડાડતો હતો ત્યારે દિલીપ બગડાએ તેને ગાળો ભાંડ્યા પછી છરીથી હુમલો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag