Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા સહિત ત્રણ સામે નોંધાયો ગુન્હોઃ
દ્વારકા તા.૧૬ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પઠાણી વ્યાજ વસૂલવા અંગે ત્રણ ફરિયાદ નોંધાયા ૫છી છેલ્લા ત્રણ દિવસમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહિલા સહિત કુલ ત્રણ આસામીઓ સામે ગુન્હો નોંધાયો છે.
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેતા વેપારી દીપેશ ઉર્ફે ભીખો નારણદાસ કાનાણી નામના યુવાને આશરે સવા વર્ષ પૂર્વે યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા દલુ રામદેભાઈ કારીયા નામના શખ્સ પાસેથી રૃા. ૫૦,૦૦૦ હાથઉછીના લીધા હતા. તેના બદલામાં દલુ કારીયાએ સાડા ત્રણ લાખ રૃપિયા લીધા હોવાનું લખાણ કરાવી લઈ ફરિયાદીની સહીવાળા રકમ વગરના બે કોરા ચેક લઈ લીધા હતા.
પછી ફરિયાદીએ આરોપીને રકમ પરત આપી દીધા હોવા છતાં પણ તેના સહી કરેલા કોરા ચેક કે લખાણ પરત ન આપી તેમણે જાન્યુઆરીથી જુલાઈ સુધી રૃપિયા ૫૬,૧૦૦ વ્યાજ લીધું હતું. આટલું જ નહીં, આરોપીએ ગાળો કાઢી, ફરિયાદીની સહીવાળા કોરા ચેક બાઉન્સ કરાવવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૃપિયા પડાવી લેવાના ઇરાદાથી કુલ રૃપિયા ૧,૮૮,૧૦૦ મેળવી કોરા ચેકમાં રૃા.૬.૧૦ લાખની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવી, બળજબરીપૂર્વક ઉંચુ વ્યાજ વસૂલ કરવા અંગે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
દ્વારકાની મુરલીધર ટાઉનશિપમાં રહેતા પરસોત્તમભાઈ હરજીભાઈ કણજારીયા નામના સતવારા યુવાને ઘનશ્યામનગરમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે હકાભાઈ સુમડ રાજગોર અને શ્રીનાથજી હોટેલવાળા શારદાબેન રાજગોર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પરસોતમભાઈએ આરોપીઓ પાસે એક વર્ષ પૂર્વે રૃપિયા એક લાખ વ્યાજે લીધા હતા. તેના રોજના રૃા.૧,૦૦૦ લેખે ફરિયાદીએ ત્રણ મહિના સુધી કુલ ૯૦ હજારની રકમ વ્યાજ પેટે ચૂકવી હોવા છતાં મૂળ મુદ્દલ રૃા.૧ લાખનો ચેક બળજબરીપૂર્વક લખાવેલો હતો. તે પરત નહી આપી જ્યાં સુધી ચડત રકમના રૃા.૩૫,૦૦૦ નહીં આપે ત્યાં સુધી ચેક નહીં મળે અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag