Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતી મચક આપતી ન હોય શખ્સે આચરી હેવાનિયતઃ
જામનગર તા.૧૬ ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં શુક્રવારે એક યુવતી પર મોટર ચઢાવી દઈ તેણીની હત્યાનો એક શખ્સે પ્રયાસ કરતા ચકચાર જાગી છે. આ યુવતીની અવારનવાર છેડતી કરતા શખ્સને તેણીએ મચક નહીં આપતા ઉશ્કેરાયેલા શખ્સે આમ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતી ૧૯ વર્ષની એક યુવતી ત્રણેક દિવસ પહેલા પોતાના ઘરથી થોડે દૂર રામનગર નજીકથી એક્ટિવા સ્કૂટરમાં જતી હતી ત્યારે અચાનક જ મોટર સાથે ધસી આવેલા ફૈઝલ ઉર્ફે ટીટા નામના શખ્સે તે યુવતી પર તેણીને મારી નાખવાના ઇરાદે મોટર ચઢાવી દીધી હતી. એક્ટિવા પરથી ફંગોળાયેલા તે યુવતીને ગંભીર ઇજાઓ થઈ છે.
ત્યારપછી શુક્રવારે આ યુવતીએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ શંકરટેકરીમાં જ રહેતો ફૈઝલ ઉર્ફે ટીટો નામનો શખ્સ તે યુવતીની પાછળ અવારનવાર જતો હતો. તે દરમિયાન ત્રણેક દિવસ પહેલા આ શખ્સે તે યુવતીને રોકી બળજબરીપૂર્વક હાથ પકડી લીધો હતો અને તે પછી હાથ મરડી છેડતી કરી હતી. આ યુવતીએ તેમ ન કરવા માટે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી આ યુવતીને મારી નાખવાના ઈરાદાથી શુક્રવારે ટીટાએ પોતાની મોટર તેણી પર ચઢાવી દીધી હતી. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag