Advertisement
Author: નોબત સમાચાર

નગરના વધુ બે આસામીની વ્યાજખોરીની ફરિયાદ

દ્વારકા જિલ્લાના ભાણવડ તથા ભાડથરના કુલ ત્રણ સામે કરાઈ રાવઃ

જામનગર તા.૧૬ ઃ જામનગરના મોહનનગર આવાસમાં રહેતા અને લોન્ડ્રી કામ કરતા એક આસામીએ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે પુનિતનગરના એક આસામીએ પણ રૃા.૬૫ હજારની સામે રૃા.૯૦ હજારની માંગણી કરનાર શખ્સ સામે પોલીસમાં ધા નાખી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા મોહનનગર આવાસના બિલ્ડીંગ નં.૮માં વસવાટ કરતા રશ્મિનભાઈ હસમુખભાઈ ગણાત્રા નામના લોહાણા યુવાને થોડા સમય પહેલા રૃા.૧૫,૦૦૦ની રકમ જાહિદ આવદભાઈ જામી નામના શખ્સ પાસેથી ૧૦ ટકાના વ્યાજે મેળવી હતી. તે રકમની સામે જાહિદ જામીએ બળજબરી પૂર્વક લખાણ લખાવ્યું હતું તથા રશ્મિનભાઈના મિત્રના કોરા ચેક લઈ લીધા હતા. રશ્મિનભાઇએ દર મહિને રૃા.૧૫૦૦ લેખે આઠ મહિના સુધી રૃા.૧૨૦૦૦ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં જાહિદ જામી હજુ વધુ રૃા.૨૭ હજારની માંગણી કરતો હોય રશ્મિનભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જામનગરના મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગરમાં રહેતા રાજેશભાઈ મહેન્દ્રભાઈ જોષી નામના યુવાને બે વર્ષ પહેલા રામેશ્વરનગર પાછળ વિનાયક પાર્કમાં રહેતા હરપાલ ઉર્ફે ક્રિપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી રૃા.૨ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા પછી પોતાના કાકાના મકાનનો દસ્તાવેજ સિક્યુરિટી પેટે આપ્યો હતો. તે પછી રૃા.૧ લાખ ૩૫ હજાર મળી ગયા છે તેવું લખાણ હરપાલે કરી આપ્યંુ હતું. બાકી રહેતી ૬૫ હજારની રકમ સામે રાજેશભાઈના કાકાના મકાનનો દસ્તાવેજ રાખી લઈ હરપાલે તેના ઘરે જઈ કાકા-કાકીને ગાળો ભાંડી રૃા.૯૦ હજારની માંગણી કરતા આખરે રાજેશ જોષીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા, દ્વારકા, વાડીનાર, રાવલ, ભાટીયા, ભાણવડ, કલ્યાણપુરમાં યોજાયા લોકદરબાર

રાજય પોલીસવડા તથા ગૃહમંત્રીની સુચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પો.ઈ. તથા પો.સ.ઈ. દ્વારા લોકદરબાર યોજીને વ્યાજવટાઉની ગેરકાયદે પ્રવૃતિઓ કરનારા સામે પગલા લેવા તથા ફરિયાદો મેળવીને પગલા લેવાની ઝુંબેશ શરૃ કરાઈ છે.

ખંભાળિયાના શક્તિનગર ખાતે જિ.પો. વડા નીતેશ પાંડેની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. જયારે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા જિલ્લાના ભાણવડ, ભાટીયા, કલ્યાણપુર, જામરાવલ, વાડીનાર વિગેરે સ્થળે લોકદરબાર યોજાયો હતા.

ખંભાળિયા ટાઉનહોલમાં એલસીબી પીઆઈ કે.કે. ગોહેલની અધ્યક્ષતામાં, વડત્રામાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન, દ્વારકામાં પણ નીતેશ પાંડે તથા દ્વારકા પોલીસ આધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો.

દ્વારકા જિલ્લામાં વધુ બે વ્યાજખોર સામે રાવ

કલ્યાણપુરના ડાંગરવડ ગામે રહેતા ખેડૂત હોથીભાઈ લીલાભાઈ, અમરએ ભાડથરના જીવાભાઈ મારખી ચાવડાા તથા ચપરના હમીરભાઈ જગાભાઈ ચાવડા સાથે ફરિયાદ કરેલ કે આરોપીઓ પાસેથી ત્રણ વર્ષ પહેલા ૧૦ લાખ રૃપિયા વ્યાજે લીધા પછી ત્રણ અને અઢી ટકા લેખે વ્યાજના ફરિયાદીએ અઢી લાખ, ત્રણ લાખ અને ચાર લાખ એમ કુલ ૯,૫૦,૦૦૦ રૃપિયા જુદા જુદા સમયે ચુકવેલ તથા ફરિયાદીની આઠ વીઘા જમીનનો દસ્તાવેજ પણ હમીરભાઈ જગાભાઈ ચાવડાના નામનો કરાવેલ. આમ છતાં, વ્યાજના પૈસા બંધ કરતા બન્ને વ્યક્તિઓએ ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને ગાળો કાઢી બળજબરી કરી હતી.

જામજોધપુરના ગોપ ગામે રહેતા ઈશાભાઈ ગુલમામદ સંઘીએ ભાણવડના રહેવાસી કારા સુલેમાન ધુધા તથા મધુબેન જીતુભાઈ ઝાલા સામે ફરિયાદ કરી છે કે, બન્ને આરોપીઓએ ફરિયાદીનો ૧,૨૦,૦૦૦નો સોનાનો ચેન અવેજમાં રાખીને ૬૦ હજાર વ્યાજ પડાવીને ફરિયાદીની માલિકીના મકાનનો બળજબરીથી સોદા કરાર ૧,૧૦,૦૦૦માં કરાવી લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં પણ એક મહિલાએ ડીવાયએસપી સમક્ષ તેનું

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh