Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કોલવામાં ખેડૂતના ખેતરમાં પડેલા મગફળીના ભૂક્કા-નીરણમાં આગચંપી

કોઈ વિઘ્નસંતોષી શખ્સે કૃત્ય કર્યાની કેફિયતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયાના કોલવા ગામમાં શનિવારની રાત્રે એક ખેડૂતના ખેતરમાં રાખવામાં આવેલા બે ટ્રક જેટલા મગફળીના ભૂક્કા તથા એક ટ્રક જેટલા જુવારના નીરણમાં કોઈ વિઘ્નસંતોષીએ આગ લગાડી દીધી હતી. આગમાં ઉપરોક્ત વસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી.

ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં વસવાટ કરતા ખેડૂત સાગરભાઈ નારણભાઈ કરમુરના ખેતરમાં શનિવારની રાત્રે બે વાગ્યા પછી કોઈ શખ્સો ઘૂસ્યા હતા.

આ શખ્સોએ કોઈ કારણથી ખેતરમાં પડેલા મગફળીના ભૂક્કા તથા જુવારના નીરણમાં આગચંપી કરી હતી. જોતજોતામાં આગ વિકરાળ બની ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે શરૂ કરાયેલી કામગીરી દરમિયાન એક ટ્રક જેટલી જુવારની નીરણ અને બે ટ્રકમાં ભરાઈ તેટલો મગફળીનો ભુક્કો સળગીને ખાખ થઈ ગયો હતો. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh