Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બર્ધન ચોક તથા તળાવની પાળે બેસી વર્લીનું બેટીંગ લેતાં ચાર સામે ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૩૦: લાલપુરના કાનાછિકારી ગામની સીમમાં સસોઈ નદીના કાંઠે એક ખેતરના શેઢે ગઈરાત્રે બારેક વાગ્યે એલસીબીના સ્ટાફે દરોડો પાડી જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા છ શખ્સને પકડી લઈ રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ।.સવા બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે બર્ધનચોક તથા રણમલ તળાવની પાળે વર્લીના આંકડા લખતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. એક શખ્સનું નામ ખૂલ્યું છે.
લાલપુર તાલુકાના કાનાછિકારી ગામમાં સસોઈ નદીના કાંઠે એક ખેતરના શેઢે ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, મયુદ્દીન સૈયદને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી એલસીબી સ્ટાફે સસોઈ નદીના કાંઠે મહિપતસિંહ વાઢેર નામના ખેડૂતના ખેતરના શેઢા નજીક દરોડો પાડ્યો હતો.
આ સ્થળે તીનપત્તી રમતા અમિત હૈદરઅલી કાનાણી, મહિપતસિંહ ગોવુભા વાઢેર, પરસોત્તમભાઈ દેવજીભાઈ ધારવીયા, વિનોદ દેવાભાઈ ચોપડા, રમેશભાઈ નારણભાઈ નંદાસણા, જુવાનસિંહ નારસિંહ જાડેજા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૬૨૫૦૦ રોકડા, પાંચ મોબાઈલ, ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ।.૨,૩૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મેઘપર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં પાટોડી ફળીમાંથી ગઈકાલે સાંજે મિલન ઉમેશચંદ્ર વિંછી તથા અયાન ફૈઝલભાઈ નાલબંધ નામના બે શખ્સને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. જ્યારે તળાવની પાળે આવેલા પાબારી હોલ પાસે બાકડા પર બેસી ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા વનરાજ કરશનભાઈ પરમાર તથા અલ્તાફ જુમાભાઈ ગોધાવીયા નામના બે શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી પાડ્યા હતા. આ શખ્સોએ મોહસીન મજીદ બુખારીનું નામ આપ્યું છે. બંને શખ્સના કબજામાંથી રૂ।.ર૧૦૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial