Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનપીએ ઘટ્યું: બેડલોનની રૂ।. ૬૭,૬૯૩ કરોડની વસૂલાત
મુંબઈ તા. ૩૦: રિઝર્વ બેંકના ગત્ વર્ષના રિપોર્ટ મુજબ ભારતીય બેન્કીંગ સેક્ટર એકધારૂ મજબૂત બની રહ્યું છે. બેંકોએ અગાઉની બેડ લોનની રૂ।. ૬૭,૬૯૩ કરોડની રિકવરી કરી છે. બેંકોનું એનપીએ ધરખમ ઘટી ગયું છે.
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીય બેન્કીંગ ક્ષેત્ર મજબૂત રહ્યું છે. આરબીઆઈના નવા અહેવાલ, ભારતમાં બેન્કીંગના વલણો અને પ્રગતિ ર૦ર૪-રપ માં જણાવાયું છે, કે બેંકો અગાઉના વર્ષ કરતા સતત સારી કામગીરી કરી રહી છે.
બેંક બેલેન્સ શીટ ઝડપથી વધી રહી છે, અને નફામાં સતત સાતમા વર્ષે વધારો થયો છે. વધુમાં ખરાબ લોન ઘણાં વર્ષોમાં તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. બેન્કીંગ સિસ્ટમની કુલ બેલેન્સ સીટ ર૦ર૪-રપ મા ૧૧.ર ટકા વધીને રૂ।. ૩૧ર.ર લાખ કરોડ થવાનો અંદાજ છે. બેંક થાપણો ૧૧.૧ ટકા અને લોન ૧૧.પ ટકા વધવાની ધારણા છે. ઉધાર માત્ર ૭ ટકા વધ્યું છે, જેનો અર્થ છે કે મોટાભાગની બેંકો તેમની પોતાની થાપણોમાંથી ધિરાણ આપી રહી છે અને બજાર પર તેમની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઓછી છે.
રોકાણમાં પણ ૯.ર ટકા વધારો થયો છે. ચોન્નો નફો ૧૪.૭ ટકા વધીને રૂ।. ૪.૦૧ લાખ કરોડ થયો છે. રિટૃન ઓન એસેટ ૧.૪ ટકા અને રિટર્ન ઓન ઈક્વિટી ૧૩.પ ટકા હતું, જો કે ડિપોઝિટ અને ખર્ચ પર વ્યાજ વધવાને કારણે નફામાં વૃદ્ધિ ગયા વર્ષની સરખામણીમાં ધીમી પડી. ચોખ્ખા વ્યાજ માર્જિન ૩.૩ ટકાથી ઘટીને ૩.૧ ટકા થયું. એસેટ ગુણવતતામાં નોંધપાત્ર સુધારો થયો. ગ્રોસ એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટ્સ) ૧૦.ર ટકા ઘટીને રૂ।. ૪.૩ર લાખ કરોડ થયા. ગ્રોસ એનપીએ રેશિયો ર.૭ ટકાથી ઘટીને ર.ર ટકા (માર્ચ ર૦રપ) અને પછી ર.૧ ટકા (સપ્ટેમ્બર ર૦રપ) થયો. આ ઘણાં દાયકાઓમાં સૌથી નીચું સ્તર છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, મજબૂત બેલેન્સ શીટ, સારા નફા, સુધારેલી સંપત્તિ ગુણવત્તા અને ઉચ્ચ મૂડી બફરને કારણે બેન્કીંગ ક્ષેત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. ર૦ર૪-રપ માં એનપીએમાં ૪ર.૮ ટકા ઘટાડો રિકવરી અને અપગ્રેડ (ખરાબ લોનને સારી લોનમાં રૂપાંતરિત કરવા) દ્વારા થયો હતો. બેંકો જુની બેડ લોનમાંથી રૂ।. ૬૭,૬૯૩ કરોડ વસૂલવામાં સફળ રહી અને રૂ।. પ૦,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના ખાતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા. બેંકોની સ્થિતિમાં આ સુધારો અચાનક થયો ન હતો. તેની પાછળ ઘણાં નક્કર કારણો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial