Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ પકડી પાડી પૂછપરછ કરી હતીઃ
જામનગર તા. ૩૦: દ્વારકાના ધ્રાસણવેલ ગામમાં રાજકોટના એક પરિવારને ધાર્મિકવિધિ કરવાના બહાને લાવી મદારી ગેંગ રૂ।.૮ લાખના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. તે ગેંગના બે શખ્સને એલસીબીએ પકડી પાડ્યા પછી અદાલતમાં રજૂ કર્યા હતા. બંને આરોપીનો જામીન પર છૂટકારો થયો છે.
દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામ પાસે વસવાટ કરતા એક પરિવારને ધાર્મિકવિધિ કરી આપવાનું કહી અંધવિશ્વાસમાં લઈને રૂ।.૮ લાખના દાગીના પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન દ્વારકા એલસીબીએ મોરબીના મકનસર ગામના જાનનાથ સુરમનાથ પઢીયાર અને રાજકોટના પારેવડા ગામના નેનુનાથ પોપટનાથ બામણીયા નામના મદારી ગેંગના બે શખસને દબોચી લીધા હતા.
આ શખ્સો નિર્દોષ લોકોને તાંત્રિકવિધિની આડમાં ડરાવી અંધવિશ્વાસમાં લપેટી રફૂચક્કર થઈ જતા હતા. બંને આરોપીની બીએનએસની કલમ ૩૧૮, ૬૧, ૩૫૪ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી બંને આરોપીને ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી બંનેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial