Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયત દ્વારા હરિપરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ-કમ-પ્રદર્શનનું આયોજન

લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના ૩૦૦ પશુપાલકોએ પશુપાલન પદ્ધતિ વિશે જાણકારી મેળવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે 'જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર-કમ-પ્રદર્શન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના કુલ ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહભેર સહભાગી થયા હતાં.

કાર્યક્રમ સ્થળે પશુપાલન સંબંધિત વિવિધ પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતાં, જેની પશુપાલકોએ રસપૂર્વક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલતી 'પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી' વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. પશુપાલકો સરકારી યોજનાઓથી સતત વાકેફ રહે તે માટે પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા પણ અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પશુપાલકોએ પોતાના વ્યવસાયને મુંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું તજજ્ઞો દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પશુપાલકોને તેમની આવક વધારવા અને પશુાલન વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

શિબિર દરમિયાન પશુપાલન ખાતાના તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન પદ્ધતિઓ, પશુઓમાં રોગ નિવારણ અને પશુપાલન થકી આર્થિક સમૃદ્ધિ મેળવવા અંગે જ્ઞાનવર્ધન માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે મહાનુભાવોના હસ્તે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ ૬ લાભાર્થીઓને કુલ રૂ।. ર.૭૬ લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. મંચ પર જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ વડોદરિયા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, સભ્ય કરશનભાઈ સૌચા અને હરિપરના સરપંચ તુલસીભાઈ અકબરીએ પશુપાલકોને

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh