Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટેલ કોલોની વિસ્તારમાં પોલીસે પાડ્યો દરોડોઃ
જામનગર તા. ૩૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ફલેટમાંથી ગઈકાલે પોલીસે મહિલા સંચાલિત કૂટણખાનુ પકડી પાડ્યું છે. આ મહિલા તથા બે પુરૂષ ગ્રાહક સ્થળ પરથી ઝડપાયા છે. રૂ.૩૫૦૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં એક એ૫ાર્ટમેન્ટમાં દેહવ્યાપાર કરાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા અને તેઓની ટીમે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે યાદવ પાન નજીક બીજી શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં દરોડો પાડ્યો હતો.
તે એપાર્ટમેન્ટના ભોંયતળીયે આવેલા ફલેટ નં.૧માં ભાડેથી રહેતા એક મહિલા સંચાલિત કૂટણખાનુ ઝડપાઈ ગયું હતું. આ મહિલા બહારથી અન્ય મહિલાઓને બોલાવી પૈસાની લાલચ બતાવી પોતાના ફલેટમાં પુરૂષ ગ્રાહકોને બોલાવી શરીર સુખ માટે વ્યવસ્થા કરી આપતી હોવાનું ખૂલ્યું છે. સ્થળ પરથી આ મહિલા તેમજ ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ શાંતિલાલ વસા (ઉ.વ.૫૪) તથા ધરારનગર-રમાં રહેતો ફિરોઝ અબ્દુલભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) નામના બે શખ્સ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.૩૫૦૨૦ રોકડા કબજે કર્યા છે. એએસઆઈ પી.કે. ગુઢકાએ ખુદ ફરિયાદી બની ત્રણેય સામે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial