Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડીમાં સાડા ત્રણ, વિરમ ગામમાં ત્રણ ઈંચથી વધુ, અન્યત્ર એક ઈંચથી ઓછો
અમદાવાદ તા. ૩૦: છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ કડીમાં ૩.૬ ઈંચ વરસાદ પડયો છે. ૨૦૬ જળાશયોમાં જળસ્તર વધ્યું છે.
રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે ૩૦ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
હાલ ૪૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર ૧ તાલુકો છે. આ સિવાય ૨૬ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૮૯ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ, ૪૧ તાલુકામાં ૫થી ૧૦ ઈંચ અને ૫ તાલુકામાં ૧થી ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ૨૯મી જૂન સુધી સરેરાશ ૨.૮૦ ઈંચ સાથે ૮.૦૫ ટકા વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં ૨૦૬ જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને ૪૬.૨૧ ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ ૧૮ જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ ૨૦૨૪માં ૨૮ જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર ૩૮.૨૪ ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
ગાજવીજ સાથે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (૩૦મી જૂન) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી ૧-૨ જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial