Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા મેઘપરમાંથી થયેલી બે મોબાઈલની ચોરીનો ભેદ ઉકેલાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના મિગ કોલોની વિસ્તારમાંથી તેમજ પ્રણામી સ્કૂલ રોડ પરથી એલસીબીએ બે શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોએ મેઘપર પાસેથી તેમજ જામનગરમાંથી એક-એક મોબાઈલ ચોર્યાની કબૂલાત આપી છે. ચોરાઉ મોબાઈલ કબજે લેવાયા છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન મિગ કોલોની નજીકથી મૂળ બિહારના ગોપાલગંજ તાલુકાના વતની અને હાલમાં જામનગરના ધરારનગર-૧માં રહેતા અખિલેશ હીરાલાલ યાદવ નામના શખ્સને રોકી લેવામાં આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે થોડા દિવસ પહેલાં મેઘપર ગામ પાસે રામદૂતનગર નજીક એક વ્યક્તિના ખિસ્સામાંથી મોબાઈલ ચોર્યાની કબૂલાત આપી છે. રૂ.૧પ હજારનો મોબાઈલ એલસીબીએ કબજે કર્યાે છે.

ત્યારપછી ખોડિયાર કોલોની રોડ પર પેટ્રોલપંપથી પ્રણામી સ્કૂલ તરફ જવાના રસ્તા પરથી હનુમાન ટેકરીમાં રહેતા સુનિલ વસરામભાઈ બારોટ નામના શખ્સની એલસીબીએ અટકાયત કરી તલાશી લેતા આ શખ્સ પાસેથી રૂ.૯૮૦૦ની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો. આ શખ્સે તે મોબાઈલ ચોરી કર્યાનું કબૂલ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh