Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૮૭૩થી વધુ વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન

સર્વશિક્ષા અભિયાન અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળતા શિક્ષણ સુધીનો માર્ગ સરળ બન્યો છે. જામનગર જિલ્લાની સરકારી શાળાઓના ૮૭૩થી વધુ વિદ્યાર્થીઓને મળી ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન સુવિધા સહિતની શિક્ષણલક્ષી સુવિધાઓથી જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જામનગર જિલ્લામાં, 'સર્વ શિક્ષા અભિયાન' અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા શિક્ષણને દરેક બાળક સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ પહેલ થકી અંતર કે ભૌગોલિક પડકારો કોઈ પણ બાળકને શાળાએ જવાથી રોકી શકતા નથી. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં બાળકોની હાજરી વધારવી, ડ્રોપઆઉટ રેટ ઘટાડવો અને દૂરના વિસ્તારોના બાળકો નિયમિત શાળાએ આવી શકે તે છે.

ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં, જામનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત ઉત્તમ પરિણામો જોવા મળી રહૃાા છે. જિલ્લાની ૨૩ સરકારી પ્રાથમિક શાળાઓના કુલ ૮૭૩થી વધુ વિદ્યાર્થીઓ આ મફત ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લઈ રહૃાા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૨માં શરૂ કરાયેલી આ યોજના પ્રત્યેની જાગૃતિ અને વ્યાપ વધતા, જામનગર જિલ્લામાં દર વર્ષે વધુ શાળાઓ આ સુવિધા માટે નોંધણી કરાવી રહી છે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય શિક્ષણલક્ષી સુવિધાઓના કારણે જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ આપેલી માહિતી મુજબ, ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળી રહૃાો છે જેમાં ધ્રોલ તાલુકાની ૨ શાળાઓમાં ૩૧ વિદ્યાર્થીઓ, કાલાવડ તાલુકાની ૨ શાળાઓમાં ૩૯ વિદ્યાર્થીઓ, લાલપુર તાલુકાની ૨ શાળાઓમાં ૭૫ વિદ્યાર્થીઓ, જોડિયા તાલુકાની ૧ શાળામાં ૪૪ વિદ્યાર્થીઓ, જામજોધપુર તાલુકાની ૨ શાળાઓમાં ૭૪ વિદ્યાર્થીઓ અને જામનગર તાલુકાની ૧૦ શાળાઓમાં ૬૧૦ વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ રહૃાા છે. આ ઉપરાંત, જામનગર તાલુકાની ૫ શાળાઓમાં ૭૧ બાળવાટિકાના બાળકો પણ આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લઈ રહૃાા છે.

રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે માળખાગત સુધારાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મફત ટ્રાન્સપોર્ટેશન સુવિધા થકી વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ જાય, ડ્રોપઆઉટ રેટ શૂન્યની નજીક લાવી શકાય, અને શિક્ષણનો મૂળભૂત હેતુ સિદ્ધ થાય છે. આ યોજના માત્ર વાહનવ્યવસ્થા નથી, પરંતુ શિક્ષણને દરેક બાળક સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે, જે ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોના બાળકો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. જામનગર જિલ્લાનો શિક્ષણ વિભાગ આ દિશામાં સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી રહૃાો છે, જેથી 'શિક્ષણ માટે કોઈ અંતર અવરોધ ન બને' તે વિચાર સાર્થક થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh